બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / mumbai shahrukh khan aryan khan case Mehbooba mufti

ડ્રગ્સ પાર્ટી કેસ / મહેબૂબા મુફ્તીના ભાજપ પર પ્રહાર, શાહરૂખના દીકરા આર્યનને એટલા માટે નિશાન બનાવાયો કારણ કે...

Hiren

Last Updated: 12:07 AM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ પાર્ટી કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના બચાવમાં મહેબૂબા મુફ્તી આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મુસ્લિમોને નિશાન બનાવાય રહ્યા છે.

  • મહેબૂબા મુફ્તીના ભાજપ પર પ્રહાર
  • ખાન છે એટલા માટે શાહરૂખના દીકરા આર્યનને બનાવાયો નિશાન
  • આર્યન ખાનની ડ્રગ્સ પાર્ટી કેસમાં કરાઇ હતી ધરપકડ

પીપુલ્સ ડેમોક્રેકિટકના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ સોમવારે આરોપ લગાવ્યો કે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને માત્ર તેમના ઉપનામના કારણે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યો છે. મુફ્તીએ દાવો કર્યો કે ભાજપના કોર મતદારોને ખુશ કરવા માટે મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

મહેબૂબાએ ટ્વિટ કરીને લખ્યું કે, 4 ખેડૂતોની હત્યાના આરોપી કેન્દ્રીય મંત્રીના દીકરા મામલે ઉદાહરણ રજૂ કરવાના બદલે કેન્દ્રીય એજન્સીઓ 23 વર્ષના દીકરાની પાછળ પડી છે, માત્ર એટલા માટે કે તેમનું ઉપનામ ખાન છે. ન્યાયતંત્રની મજાક છે કે ભાજપ કોર મતદારોને ખુશ કરવા માટે મુસ્લિમોને નિશાન બનાવી રહ્યું છે. 

મુફ્તી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાનો સંદર્ભ આપી રહી હતી જેના પર ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જીલ્લામાં ખેડૂતોને કચડવાનો આરોપ છે.

તમને જણાવી દઇએ કે, આર્યન ખાનની જામીન અરજી પર વિશેષ કોર્ટે NCBને સોમવારે 13 ઓક્ટોબર સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું. વિશેષ જસ્ટીસ વી.વી.  પાટિલ NDPS અધિનિયમ હેઠળ સંબંધિત કેસ પર સુનાવણી કરી રહ્યા હતા. આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.

NCBએ મુંબઈથી ગોવા જઇ રહેલા કૉર્ડેલિયા ક્રૂઝ પર દરોડા બાદ 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી. ત્યાં તેઓ મુંબઈમાં આર્થર રોડ જેલમાં બંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ