બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:06 AM, 10 June 2021
ADVERTISEMENT
ભારે વરસાદના કારણે સમુદ્રમાં હાઈ ટાઈડની ચેતવણી
ADVERTISEMENT
થાણે પાલઘર અને રાયગઢ જિલ્લામાં આજે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આજે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન લગાવાયું છે. ભારે વરસાદના કારણે સમુદ્રમાં હાઈ ટાઈડની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન વરસાદ નહીં રોકાય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે.
બુધવારે ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડુબી ગયા
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડુબી ગયા હતા. પાણી ભરાવાના કારણે રેલવે તરફથી પણ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હકિકતમાં રેલવે ટ્રેક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સવારે ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
વર્ષે સમયના એક દિવસ પહેલા ચોમાસું મુંબઈ પહોંચી ગયુ
હવામાન વિભાગના જણાવ્યાનુંસાર આ વર્ષે મહારાષ્ટ્રમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે. 9થી 13 જૂનની વચ્ચે મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે પણ મુંબઈમાં પાણી પાણી થઈ ગયું છે. આ વર્ષે સમયના એક દિવસ પહેલા ચોમાસું મુંબઈ પહોંચી ગયુ છે. હવામાન વિભાગ મુજબ 10 જૂન એટલે કે આજથી મુંબઈમાં મેઘરાજાનું આગમન થવાનું હતુ. સમય પહેલા વરસાદ પહોંચવાને સારુ મનાઈ રહ્યુ છે.
દેશના બીજા ભાગોમાં વરસાદની અસર જોવા મળી રહી છે
મુંબઈની સાથે દેશના બીજા ભાગોમાં વરસાદની અસર જોવા મળી રહી છે. ઓડિશાના ઉત્તર કિનારે, ગોવા, કોંકણ, અંડમાન, નિકોબાર દ્વીપમાં હળવા વરસાદનું અનુમાન છે. આની સાથે કર્ણાટક અને તેલંગાનાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશ, બિહાર, સહિત ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુંના કેટલાક ભાગોમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં 11-12 જૂન સુધી વરસાદ થવાનું અનુમાન
જાણકારી મુજબ પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં 11-12 જૂન સુધી વરસાદ થવાનું અનુમાન છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગાના વિસ્તારોમાં 11 જૂન અને મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 12 જૂનથી ભારે વરસાદ થઈ શકે છે. એક તરફ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો તો બીજી તરફ દિલ્હીમાં ભારે ગરમી પડી રહી છે. દિલ્હીમાં સૂરજનો તાપ એટલો વધી ગયો છે તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.