બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:45 PM, 18 July 2024
#WATCH | Mumbai receives spell of light rain; Visuals from Chhatrapati Shivaji Maharaj Terminus pic.twitter.com/jq8czCeC1q
— ANI (@ANI) July 18, 2024
ADVERTISEMENT
આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 જુલાઈ એટલે કે આજના દિવસે 10 વાગ્યા સુધીમાં મુંબઈ શહેરમાં પ્રતિ કલાકે 5 થી 15 મીમી સુધીનો વરસાદ વરસશે. હવામાન વિભાગે મુંબઇના કોલાબા વિસ્તારમાં ગુરુવારના સવારે 7.30 સુધી એટલે કે પાછલા 24 કલાકમાં 83 મીમી વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન માટુંગા સ્ટેશનમાં 89 મીમી જેટલો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ-ગોવાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ અને ઉત્તર મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. રાજ્યના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો રાયગઢ, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સતારામાં ઓરેન્જ એલર્ટ તથા યવતમાલ, વાશીમ, વર્ધા, નાગપુર, ગઢચિરોલી, બિલથાણા, અમરાવતી, અકોલા, નાંદેડ, હિંગોલી જેવા રાજ્યોના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. બીજી તરફ રત્નાગીરીમાં આજે ભારે વરસાદની આગાહી હોઇ આ વિસ્તારને રેડ એલર્ટ જાહેર કરાયો છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યોના વિવિધ વિભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવવાની આશંકા વધી છે. આ સાથે રાજ્યોના ઘણા ખરા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.
Rain lashed parts of #Mumbai on Thursday as the Indian Meteorological Department issued a yellow alert for the city.
— Aryan Gulati (@aryangulat1) July 18, 2024
Video: ANI #Mumbai pic.twitter.com/Zab8gomBtK
ભારે ભરતીની આશંકા
ભારે વરસાદની સાથે થાણે, મુંબઈ ઉપનગર, મુંબઈ શહેર અને ડોંગી પોઇન્ટથી બેલાપુર સુધીના મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે ભરતીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દરિયામાં 3.4 થી 3.6 મીટર જેટલા ઉચ્ચા મોજા ઉછળવાની આશંકા હોઈ હવામાન વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે.
વધુ વાંચો : પુરીના જગન્નાથ મંદિરનો ખુલ્યો ખજાનો, જુઓ રત્ન ભંડારમાંથી શું-શું નીકળ્યું
મુંબઇના પાણી પુરા પડતા તળાવના વિસ્તારોમાં ઓછો વરસાદ
છેલ્લા ઘણા દિવસોથી મુંબઈમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આખા મુંબઈને પાણી પહોંચાડનાર તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ વરસ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તળાવમાં હાલ 37 ટકા જેટલો જ પાણીનો જથ્થો રહ્યો છે. રવિવારના રોજ પડેલ વરસાદના કારણે તળાવના પાણીમાં 77,849 મિલિયન લિટરનો વધારો થયો હોવા છતાં હજી તળાવનું સ્તર સામાન્ય લેવલ સુધી પહોંચ્યું નથી. જોકે મંગળવારથી આ વિસ્તારોમાં વરસાદ ઓછો પડવાના કારણે બુધવાર સુધી પાણીનો જથ્થો 5.46 મિલિયન લિટર હોવાનું BMCએ જણાવ્યું હતું. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના અધિક કમિશનર અભિજીત બાંગરે જણાવ્યુ હતુ કે અમને આશા છે કે, આ વર્ષે સારો વરસાદ પડશે. પરંતુ હાલ સ્થિતિ સારી નથી. હાલના સમયે જમા થયેલ આ પાણીનો જથ્થો ઓક્ટોબર માસના અમુક દિવસો સુધી ચાલશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.