mumbai rain become a big problem as city facing flood like situation
PHOTOS /
મુંબઈના હાલ બેહાલ : મુંબઈમાં 46 વર્ષ બાદ આ સ્થિતિ સર્જાઈ, 106 કિમીની ઝડપે ફુંકાયો પવન, PMએ CM ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત
Team VTV07:57 AM, 06 Aug 20
| Updated: 08:05 AM, 06 Aug 20
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી હાહાકાર મચી ગયો છે. મુંબઈના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે..લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. મુંબઈના માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા પીએમ મોદીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. મુંબઈના 46 વર્ષના ઈતિહાસમાં આવી સ્થિતિ નથી સર્જાયી. મુંબઈમાં 106 કિમી ઝડપે પવન ફુંકાયો છે.
મુંબઈમાં NDRFની 5 ટીમ કામે લાગી છે
PM મોદીએ પણ CM ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી
દક્ષિણ મુંબઈમાં 46 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં આવી સ્થિતિ સર્જાઈ છે
મુંબઈમાં 106 કિમીની ઝડપે ફૂંકાયો હતો પવન
દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અને મુંબઈ, થાણે, પાલઘરમાં હજુ પણ રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વરસાદ બાદની સ્થિતિ મામલે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો છે. PM મોદીએ તમામ શક્ય મંદદની વાત કરી છે.
Chief Minister Uddhav Thackeray spoke to Prime Minister Narendra Modi and apprised him of steps taken to safeguard citizens amid torrential rain. He thanked PM for offering support: Maharashtra Chief Minister's Office https://t.co/4jB7ItOlSc
મુંબઈની મસ્જિદ અને ભાયખલા સ્ટેશન વચ્ચે 2 લોકલ ટ્રેન રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે ફસાઈ ગઈ હતી. જેમાંથી 150 યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. જ્યારે અન્ય બે ટ્રેનમાં 200 લોકો ફસાઈ ગયા છે. મુંબઈના કોલોબામાં 12 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. તો દક્ષિણ મુંબઈમાં 46 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં આવી સ્થિતિ સર્જાઈ છે. 46 વર્ષ પહેલા ઓગસ્ટ મહિનામાં 12 કલાકમાં 294 એમએમ વરસાદ થયો હતો. ઓગસ્ટમાં 1974માં કોલાબામાં 262 એમએમ વરસાદ થયો હતો. જ્યારે આ વર્ષે બુધવારે 293.8 એમએમ વરસાદ થયો છે.
#UPDATE All 55 passengers have been rescued by National Disaster Response Force: Satya Pradhan, Director General of NDRF https://t.co/4f6VjrQ80T
કોલોબામામાં 106 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જેના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. મુંબઈમાં છ જગ્યાએ દિવાલ અને મકાન તૂટી પડવાની ઘટના બની છે.. જ્યારે 141 સ્થળોએ વૃક્ષ તૂટી પડ્યા છે.. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આજે પણ મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે. કોંકણમાં પણ સતત વરસાદના કારણે મુખ્ય 4 નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે.. જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે.
#WATCH मुंबई: भारी बारिश की वजह से रेलवे ट्रैक में पानी भर जाने से मस्जिद और भायखाला रेलवे स्टेशनों के बीच दो ट्रेनें फंसी। NDRF लोगों का रेस्क्यू करते हुए। (स्त्रोत: NDRF) pic.twitter.com/ZAzgle06L0
આ પરિસ્થિતીને જોતા મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરી છે. ટ્વીટ પર પરિસ્થિતીના ફોટો વીડિયો આવી રહ્યા છે. જેનાથી તેની પરિસ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ભાયંદર પૂર્વમાં આવેલ પ્રમોદ મહાજન કોવિડ સેન્ટરમાં પાણી ભરાયા છે. આ 266 બેડનું છે. મુંબઇની જે.જે.હોસ્પિટલમાં ભરાયા પાણી પણ પાણી ભરતા દર્દીની પરેશાની વધી તબીબો પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. મુંબઇની જે.જે.હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ થઈ રહ્યો છે. સતત વરસતા વરસાદથી નથી ઓસરી રહ્યાં પાણી
ફાયર બ્રિગેડની એક ગાડી મુંબઈના માર્ગો પર ફરી રહી છે. રોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે ભારે ભરખમ ટ્રકને પણ ચલાવામાં મુશ્કેલી થઈ રહી છે. તો રોડની બન્ને સાઈડ દુકાનો અડધી પાણીમાં ડૂબી ગઈ છે. રોડની સાઈડમાં પડેલી એક કાર તો પાણીના વેવ્સ અડતા હાલક ડોલક થવા લાગી. આ કાર પાણીમાં તરી રહી છે. હજારોની સંખ્યામાં ટુવ્હીલર રોડ પર આમ તેમ પાણીના વહેણમાં તણાઈ રહ્યા.