બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / મનોરંજન / Mumbai Police records Sushant Singh Rajput chartered accountant statement

ઈન્વેસ્ટિગેશન / સુશાંતની આર્થિક સ્થિતિ અંગે જાણવા પોલીસે આ વ્યક્તિની કરી પૂછપરછ

Noor

Last Updated: 01:00 PM, 25 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી મુંબઈ પોલીસ આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં લાગેલી છે. જેથી સુશાંતની મોત પાછળનું કારણ જાણી શકાય. સુશાંતની મોત બાદ સોશિયલ મીડિયા પર પણ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બોલિવૂડમાં નેપોટિઝ્મને લઈને પણ વિવાદ છેડાઈ ગયો છે. આ દરમિયાન હાલમાં જ એક્ટરની ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગઈ છે.

  • સુશાંતના કેસમાં રોજ નવા-નવા ખુલાસા
  • હવે પોલીસ તેની આર્થિક સ્થિતિ જાણવા માંગે છે
  • પોલીસે સુશાંતના એકાઉન્ટેન્ટથી કરી પૂછપરછ

તમને જણાવી દઈએ કે, સુશાંતની પીએમ રિપોર્ટમાં તેની મોત પાછળનું કારણ ફાંસો અને શ્વાસ રૂંધાવાને જણાવવામાં આવ્યું છે. એવામાં પોલીસે હવે એક્ટરના સુસાઈડ પાછળની કાર્યવાહીને વધુ સક્રિય કરી દીધી છે અને પૂછપરછ પણ વધારી દીધી છે. સુશાંતે આ પગલું કેમ ભર્યું અને કયા સંજોગોમાં ભર્યું આ કારણ જાણવા માટે પોલીસ સતત લાગેલી છે અને હવે પોલીસ સુશાંતના એકાઉન્ટેન્ટની પૂછપરછ કરી છે. 

સુશાંતની આર્થિક સ્થિતિને સમજવા માટે પોલીસે સુશાંતના એકાઉન્ટેન્ટથી પૂછપરછ કરી છે. તેના માટે પોલીસ એક્ટરના ટ્રાન્ઝેક્શન અને બેંક ડીટેલ્સની પણ તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી ચૂકી છે. જેમાં એક્ટરની ત્રણ કંપનીઓનો પણ ખુલાસો થયો હતો.જોકે, આ કંપનીઓના ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી. એવું કહેવાય છે કે, આ ત્રણેય કંપનીઓમાંથી 2 કંપનીમાં રિયા ડાયરેક્ટર છે. જ્યારે એક કંપનીમાં રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી ડાયરેક્ટર છે. ઈન્વેસ્ટિગેશનમાં રિયાએ ખુલાસો કર્યો હતો કે, સુશાંતે પોતે જ યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો હતો. 

તમને જણાવી દઈએ કે, 14 જૂનએ સુશાંત તેના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેના નોકરે પોલીસને કોલ કરીને આ ઘટનાની સૂચના આપી હતી. એવું કહેવાય છે કે, સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનથી પીડિત હતો અને તેની દવા લઈ રહ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Suicide Sushant Singh Rajput chartered accountant statement Investigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ