બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / mumbai police found Sushant Singh Rajput 5 personal Diaries

ઇન્વેસ્ટિગેશન / સુશાંતના ઘરેથી પોલીસના હાથ લાગી તેની આ પર્સનલ વસ્તુ, હવે તેના કેસમાં આવી શકે છે નવો વળાંક

Noor

Last Updated: 03:14 PM, 18 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંતની મોતે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ત્યારે બોલિવૂડ જગતમાં પણ ખડભડાટ મચ્યો છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શું છે, તેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. લોકો બોલિવૂડમાં નેપોટિઝ્મ, તેની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ વગેરે જેવા કારણો તેની મોત પાછળ જવાબદાર માની રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસની તપાસમાં તેમના હાથ સુશાંતની ડાયરી લાગી છે.

  • સુશાંતની મોત બાદ પોલીસે દરેક એંગલથી તપાસ હાથ ધરી છે
  • તો હવે પોલીસને સુશાંતના ઘરેથી તેના ડાયરી મળી આવી
  • આ ડાયરી પોલીસને તપાસનો નવો એંગલ આપી શકે છે

સુશાંતની આત્મહત્યા બાદ પોલીસને કોઈ સુસાઈડ નોટ તો નથી મળી પરંતુ એવા સમાચાર આવી રહ્યાં છે કે, પોલીસને સુશાંતના ઘરેથી ખૂબ જ અગત્યના પુરાવા મળ્યા છે. એક રિપોર્ટ મુજબ પોલીસને સુશાંતના ઘરથી તેની પર્સનલ ડાયરી મળી છે. આ ડાયરીની તપાસ કર્યાં બાદ તેની મોત પાછળનું કારણ શું હતું, તે ઘણી હદ સુધી ક્લિઅર થઈ શકે છે. જ્યારે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે ડાયરીમાં જે બુક્સ વાંચતો હતો તેના કોટ્સ લખતો હતો. સુશાંતની ડાયરી હાથ લાગતા હવે તેના નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Receive without pride, let go without attachment. #Meditations

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

ઉલ્લેખનીય છે કે, સુશાંતના કેસમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેને આગળ પણ મદદ માટે બોલાવવામાં આવશે. સાથે જ સુશાંતના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા પણ પોલીસ ઈનવેસ્ટિગેશનમાં મદદ કરી રહ્યાં છે. શરૂઆતમાં એવું સામે આવ્યું હતું કે બોલિવૂડમાં કામ ન મળતા સુશાંતે આ પગલું ભર્યું હતું. જોકે, હવે એક પછી એક પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. 

સુશાંતના નિધન બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત જંગ છેડાઈ ગઈ છે. ઘણાં લોકો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો પર સુશાંતને સાઈડલાઈન કરવાનો આરોપ લગાવી રહ્યાં  છે તો ઘણાં લોકો સુશાંતની પર્સનલ લાઈફને લઈને વાતો કરી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Death Suicide Sushant Singh Rajput depression investigation personal Diaries Investigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ