Mumbai police detain Rakhi Sawant over actor's plaint
બોલિવુડમાં ચર્ચા /
મુંબઈ પોલીસે રાખી સાવંતની કરી ધરપકડ, એક અભિનેત્રીની ફરિયાદને આધારે કાર્યવાહી, જાણો વિવાદ
Team VTV02:52 PM, 19 Jan 23
| Updated: 03:08 PM, 19 Jan 23
મુંબઈ પોલીસે અભિનેત્રી શર્લિન ચોપડાની ફરિયાદને આધારે એક્ટ્રેસ રાખી સાવંતની ધરપકડ કરી છે.
બોલિવુડ એક્ટ્રેસ રાખી સાવંતની મુંબઈ પોલીસે કરી ધરપકડ
અભિનેત્રી શર્લિન ચોપડાની ફરિયાદને આધારે કાર્યવાહી
શર્લિન ચોપડા ટ્વિટર પર શેર કર્યાં રાખીના ધરપકડના સમાચાર
રાખી પર શર્લિનના વીડિયો અને ફોટો શેર કરવાનો આરોપ
મુંબઈની અંબોલી પોલીસે ગુરુવારે અભિનેત્રી શર્લિન ચોપડાની ફરિયાદના આધારે અભિનેત્રી રાખી સાવંતની અટકાયત કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અંબોલી પોલીસની ટીમે ગુરુવારે સાવંતની અટકાયત કરી હતી અને પૂછપરછ માટે તેને પોલીસ સ્ટેશન લાવી હતી. ચોપડાની ફરિયાદને પગલે મુંબઈની અંબોલી પોલીસે સાવંત સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354એ (અનિચ્છનીય શારીરિક સંપર્ક અને પ્રગતિની જાતની જાતીય સતામણી અથવા પોર્નોગ્રાફી દર્શાવતી જાતીય તરફેણની માંગ અથવા વિનંતી), 509 (મહિલાની નમ્રતાનું અપમાન કરવા માટે શબ્દ, હાવભાવ અથવા કૃત્ય) અને 504 (શાંતિનો ભંગ ઉશ્કેરવાનો ઇરાદો ધરાવતું અપમાન) અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી હતી.
Mumbai Police detain actor Rakhi Sawant in connection with an FIR registered against her based on a complaint by another woman actor for allegedly circulating the latter's video links and photos on social media, an official said
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023
શર્લિન ચોપરાએ ટ્વિટર આપ્યાં બ્રેકિંગ ન્યૂઝ
રાખી સાવંતની ધરપકડ સમાચાર શર્લિન ચોપડાએ ટ્વિટર પર શેર કર્યાં હતા. ચોપડાએ લખ્યું કે "બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે એફઆઈઆર 883/2022ના સંદર્ભમાં રાખી સાવંતની ધરપકડ કરી છે.. ગઈ કાલે રાખી સાવંતના અબ્બા 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી.
શું છે રાખી સાવંત પર આરોપ
શર્લિન ચોપડાએ રાખી સાવંત પર તેના વીડિયો અને ફોટાને સોશિયલ મીડિયા પર શેર કરવાનો આરોપ મૂક્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી જે પછી અંબોલી પોલીસે રાખીને અટકાયતમાં લીધી હતી.
રાખીની ધરપકડ પર શું બોલી શર્લિન
શર્લિને જણાવ્યું હતું કે, "મેં રાખી સામે 9 નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. મારી અને બોલીવૂડ વચ્ચેની લડાઈમાં રાખી કોઈ કારણ વગર કૂદી પડી છે. સાજિદ ખાન અને રાજ કુંદ્રા વચ્ચે ચાલી રહેલી મારી લડાઈની વચ્ચે રાખીએ વચ્ચે પડવાની જરુર નહોતી. એટલું જ નહીં, તેણે મીડિયા સામે અને જાહેરમાં મારી ઇન્ટિમેટ તસવીરો શેર કરી છે. તેણે કહ્યું કે રાખીએ મને વૈશ્યા પણ ગણાવી હતી આનાથી મારી માનહાની થઈ.
બે અભિનેત્રીઓ વચ્ચે શું છે વિવાદ
બિગ બોસ 16ની શરૂઆત બાદ શર્લિન ચોપરાએ મેકર્સ પર સાજિદ ખાન પર નારાજગી વ્યક્ત કરી હતી. શર્લિને કહ્યું કે જે વ્યક્તિએ ઘણી છોકરીઓનું શોષણ કર્યું છે. તેને આ શોમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ પછી શર્લિને સાજીદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાખી સાવંત સાજિદ ખાનને ભાઈ માને છે. એટલા માટે તેમણે શર્લિનના આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા અને શર્લિન પર ગંભીર આરોપ ગણાવીને તેને વૈશ્યા સુદ્ધાં કહી નાખી હતી. રાખીના મોઢેથી પોતાના વિશે અભદ્ર ટિપ્પણીઓ સાંભળીને શર્લિન ગુસ્સે થઈ ગઈ અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.