બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટા સમાચાર, મુંબઈ પોલીસે હુમલો કરનાર વ્યક્તિની કરી ધરપકડ
Last Updated: 07:23 AM, 19 January 2025
સૈફ અલી ખાન હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે ઘણા કલાકોની શોધખોળ બાદ આખરે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. ધરપકડ માટે વિવિધ વિભાગોની લગભગ 30 ટીમો બનાવવામાં આવી હતી. આરોપીનું નામ મોહમ્મદ અલિયાન હોવાનું કહેવાય છે. પહેલા તેણે પોતાનું નામ વિજય દાસ જણાવ્યું હતું.
ADVERTISEMENT
UPDATE | Saif Ali Khan attack case | Mumbai Police has confirmed that the accused was using multiple names including Vijay Das, Bijoy Das, and Mohammed Iliyas. https://t.co/0n0JQzTWDs
— ANI (@ANI) January 19, 2025
પોલીસે જણાવ્યું કે આરોપીની રવિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના થાણેના હિરાનંદાની વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે તેને પકડીને મુંબઈ લાવ્યો અને અહીં વધુ પૂછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT
થાણેના રિકી બારનો હાઉસકીપિંગ
મોહમ્મદ આલિયાન થાણેના રિકી'સ બારમાં હાઉસકીપિંગ સ્ટાફનો સભ્ય હતો. સૈફ અલી ખાન અને તેના પરિવાર પર આ હુમલો 16 જાન્યુઆરીના રોજ થયો હતો. આરોપી ચોરી કરવા માટે તેના બાંદ્રા પશ્ચિમ સ્થિત નિવાસસ્થાને ગયો હતો. આ દરમિયાન તેમનો સૈફ અલી ખાન સાથે ઝઘડો થયો.
વધુ વાંચો: મહાકુંભ માટે Paytmનો ભવ્ય મહાકુંભ QR, જાણો કેવી રીતે કરશે કામ, શ્રદ્ધાળુઓને શું ફાયદો
આ રીતે પકડાયો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વિજય દાસ ઉર્ફે મોહમ્મદ આલિયાન પહેલા મુંબઈના એક પબમાં કામ કરતો હતો. ત્યારબાદ તેણે થાણેના એક બારમાં કામ કરવાનું શરૂ કર્યું. પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પોલીસને માહિતી મળી કે તે થાણેમાં છુપાયેલો છે. ટીમે થાણે પશ્ચિમના હિરાનંદાની એસ્ટેટમાં TCS કોલ સેન્ટર પાછળ મેટ્રો બાંધકામ સ્થળ પર દરોડા પાડ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.