બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:28 PM, 18 March 2025
મુંબઈના કાલબાદેવીમાં એક ચોંકાવનારી ઘટનામાં, ગે સંબંધ બાંધી રહેલા એક 55 વર્ષીય શખ્સનું મોત થયું હતું. સંબંધ બાંધતી વખતે વધુ પડતાં દબાણને કારણે શખ્સ બેભાન થઈ ગયો હતો અને તે ઢળી પડ્યો હતો અને ત્યાં જ મરી ગયો હતો. લોકમાન્ય તિલક (એલટી) માર્ગ પોલીસે 17 માર્ચે તેના 34 વર્ષીય ગે પાર્ટનરની ધરપકડ કરી હતી, ગે સંબંધ બાંધતી વખતે તેણે બેદરકારી દાખવી હોવાને કારણે તેના પાર્ટનરનું મોત થયું હતું.
ADVERTISEMENT
ગે પાર્ટનર મૃતકનો મોબાઈલ લઈને ભાગ્યો
પોતાનો ગે પાર્ટનર બેભાન બનતાં પાર્ટનર ભાગી ગયો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આરોપીએ ભાગી જતા પહેલા મૃતકનો મોબાઇલ ફોન પણ ચોરી લીધો હતો. તપાસના ભાગ રૂપે પોલીસે આરોપી અને પીડિતા બંનેના ફોન જપ્ત કર્યા હતા. એલટી માર્ગ પોલીસે આરોપી સામે બેદરકારી દાખવીને મૃત્યુનો ગુનો નોંધ્યો છે અને ઘટનાની તપાસ ચાલુ રાખી છે.
ADVERTISEMENT
શું હતું મોતનું કારણ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ગે સંબંધ બાંધતી વખતે યુવાને વધુ પડતું દબાણ કર્યું હતું જેને કારણે 55 વર્ષીય શખ્સ બેભાન બની ગયો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. કદાચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોત તો બચી જાત પરંતુ તેનો પાર્ટનર તેને પડતો મૂકીને ભાગી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.