ભીષણ આગ / મુંબઈના સીટી સેન્ટર મોલમાં 10 કલાક બાદ પણ આગ કાબૂમાં નહીં, 2 ફાયરકર્મીઓ થયા ઘાયલ

mumbai nagpada city center mall fire firefighting operation

મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગેલી આગ પર 10 કલાક બાદ પણ કાબૂ મેળવી શકાયો નથી. આગ ઓલવવાની કામગીરીમાં ફાયર ટીમના 2 જવાન ઘાયલ થયા છે. 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. મોડી રાત્રે દુકાનમાં લાગેલી આગે સેન્ટર મોલને ઝપેટમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી 300 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડે આગને લેવલ ફોરની આગ ગણાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ