બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mumbai Mira Road Murder case woman live-in partner killed her, cut the body into pieces and boiled it in a cooker

મુંબઈ / યુવતીના ટુકડા કૂકરમાં બાફયા, પછી મિક્સરમાં પીસી નાંખ્યા: મીરા રોડ હત્યા કાંડ જાણી કાળજું કંપી ઉઠશે, લિવ ઈન પાર્ટનર નીકળ્યો હેવાન

Megha

Last Updated: 03:41 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના મીરા રોડ મર્ડર કેસમાં રહેતા એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી અને તેના મૃતદેહને કૂકરમાં બાફીને અને મિક્સરમાં પીસીને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો.

  • મુંબઈમાં એક વ્યક્તિએ લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી
  • મૃતદેહને કૂકરમાં બાફીને અને મિક્સરમાં પીસીને નિકાલ કરવાનો પ્રયાસ
  • વિચિત્ર ગંધથી પરેશાન પડોશીઓએ પોલીસને કરી જાણ 

દિલ્હીના શ્રધ્ધા વોકર મર્ડર કેસ સમગ્ર દેશમાં હેડલાઇન્સ મેળવ્યો હતો અને હવે મુંબઈમાં પણ આવો જ એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, મુંબઈના મીરા રોડ વિસ્તારની આકાશગંગા સોસાયટીમાં એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં હત્યારાએ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહના ટુકડાને કુકરમાં બાફી દીધા હતા. જો કે, તેની એક ભૂલને કારણે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. 

મુંબઈના મીરા રોડ મર્ડર કેસમાં રહેતા એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી અને તેના મૃતદેહને કૂકરમાં બાફીને અને મિક્સરમાં પીસીને તેનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના અત્યંત અમાનવીય અને નિંદનીય છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ સાહની ઉંમર 56, અને સરસ્વતી વૈદ્ય ઉંમર 32, બંને ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાની હત્યા કર્યા બાદ તેના શરીરના અનેક ટુકડા કરી દેવામાં આવ્યા હતા. દુર્ગંધ ન ફેલાય તે માટે આરોપીઓએ મૃતદેહના ટુકડાને કુકરમાં બાફયા હતા. તેમ છતાં વિચિત્ર ગંધથી પડોશીઓ પરેશાન થઈ ગયા હતા, તેથી તેઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની અટકાયત કરી છે. 

આરોપીઓએ મૃતદેહનો નિકાલ કરવા માટે તેના ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓ કટર મશીનથી કાપવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે. મહિલાની બે ત્રણ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. હજુ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મૃતદેહના ટુકડા પણ મળી આવ્યા છે. 

આ ઘટના મુંબઈને અડીને આવેલા મીરા રોડના ગીતા નગરમાં ગીતાકાશ દીપ સોસાયટીના 7મા માળે ફ્લેટ નંબર 704માં બની હતી. ફ્લેટ 704ની બરાબર સામેના ફ્લેટમાં રહેતા સોમેશ શ્રીવાસ્તવે દુર્ગંધ આવતા પ્રથમ ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો ખૂલ્યો નહોતો. જે બાદ પાડોશીઓએ પોલીસને જાં કરી હતી. મળતી જાણકારી અનુસાર બંને છેલ્લા ત્રણ વર્ષથી આકાશગંગા સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. બંનેએ બિલ્ડિંગમાં કોઈની સાથે વધુ વાતઓ કરતાં નહતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Mira Road Murder case Mumbai murder case મીરા રોડ મર્ડર કેસ મુંબઈ Mumbai Mira Road Murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ