બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / મુંબઈમાં કામ કરતા ગુજરાતીઓ માટે શાનદાર તક, માયાનગરીમાં સસ્તા ભાવમાં ઘર ખરીદવા આજે જ કરો અરજી

નોકરી / મુંબઈમાં કામ કરતા ગુજરાતીઓ માટે શાનદાર તક, માયાનગરીમાં સસ્તા ભાવમાં ઘર ખરીદવા આજે જ કરો અરજી

Last Updated: 02:49 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Mhada Lottery 2024: સપનાની નગરી મુંબઈમાં ઘર ખરીદવા માંગતા લોકો માટે ગુડ ન્યૂઝ છે. જો તમે આ શહેરમાં ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (મ્હાડા) મુંબઈ બોર્ડે 2030 ઘરો માટે લોટરી બહાર પાડી છે. જે લોટરીની પ્રક્રિયામાં શામેલ થવાની આજે છેલ્લી તારીખ છે.

સપનાની નગરી મુંબઈમાં ઘર ખરીદનાર લોકો માટે ખુશ ખબરી છે. જો તમે આ શહેરમાં ઘર ખરીદવા માંગો છો તો મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ મુંબઈ બોર્ડે 2030 ઘરો માટે લોટરી નિકળવા જઈ રહી છે. લોટરીની પ્રક્રિયામાં શામેલ થવા માટે આજે છેલ્લી તારીખ છે. એવામાં તમે અરજી કરવા માંગો છો તો રજીસ્ટ્રેશન કરી શકો છો.

home-4_0

રજીસ્ટ્રેશન માટે તમને મ્હાડા બોર્ડની વેબસાઈટ housing.mhada.gov.in અથવા તો Mobile App - Mhada Housing Lottery System પર જવાનું રહેશે. મ્હાડા બોર્ડની તરફથી માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ જેમ કે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડોમિસાઈલ સર્ટિફિકેટ વગેરે અપલોડ કરવા દીપોઝિટના પૈસા જમા કરીને અરજી કરાવી શકીએ છીએ.

દિવાળી પહેલા 8 ઓક્ટોબરે જાહેર થશે લોટરી

મ્હાડાના આ ઘરો માટે અરજીની પ્રક્રિયા 9 ઓગસ્ટથી શરૂ છે. જોકે વચ્ચે લોટરીમાં લોકો દ્વારા રૂચિ ન લેવા અને અરજી ઓછી આવવા પર રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બરથી વધીને 19 સપ્ટેમ્બર બપોર ત્રણ વાગ્યા સુધી કરી દેવામાં આવી.

Home-loan.jpg

આ ઘરો માટે અરજી કર્યા બાદ ઓનલાઈન ચુકવણી આજે 19 સપ્ટેમ્બર 2024 રાત્રે 11.59 વાગ્યા સુધી કરી શકાશે. અરજી બાદ બોર્ડની તરફથી છેલ્લી યાદી જાહેર થશે. જેના બાદ લકી ડ્રો 8 ઓક્ટોબરે જાહેર થશે.

આ કેટેગરીના ઘરો પર મળશે છૂટ

  • EWS 25 ટકા છૂટ
  • LIG 20 ટકા છૂટ
  • MIG 15 ટકા છૂટ
  • HIG 10 ટકા છૂટ
PROMOTIONAL 8

વધુ વાંચો: ગ્રેજ્યુએટ માટે સરકારી બેંકમાં નોકરીની શાનદાર તક, 3000 ખાલી જગ્યા પર ફટાફટ કરો એપ્લાય

મુંબઈના આ વિસ્તારોમાં છે ઘર

મ્હાડા બોર્ડ મુંબઈમાં જે ઘરો માટે લોટરી નિકળી રહી છે. તે ઘર પહાડી ગોરેગાંવ, એન્ટો હિલ-વડાલા, કોપરી પવઈ, કન્નમવાર નગર- વિક્રોલી, શિવધામ કોમ્પ્લેક્સ-મલાઈડન પ્રમુખ વિસ્તારમાં છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

મુંબઈમાં ઘર Mumbai Mhada Lottery 2024 Registration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ