બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mumbai juhu beach Six youths drown in sea, two rescued, two bodies found, two still missing

Cyclone Biparjoy / અમૂલ્ય જીવ સાથે રમત ના કરશો: છ યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા, બે ને બચાવ્યા તો બે શબ મળ્યા, બે હજુ ગુમ

Last Updated: 01:58 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇના જુહુ બીચ પર નહાવા આવેલા 6 છોકરાઓ દરિયાના જોરદાર મોજાને કારણે ડૂબ્યાં હતા. છમાંથી બે છોકરાઓને લાઈફગાર્ડે કોઈક રીતે બચાવી લીધા હતા અને બેના મૃતદેહ મળી આવ્યા છે

  • બિપરજોય ચક્રવાતના ખતરા વચ્ચે જુહુ બીચ પર એક મોટો અકસ્માત થયો 
  • જુહુ બીચ પર નહાવા આવેલા 6 છોકરાઓ દરિયામાં ડૂબ્યાં 
  • બે છોકરાઓને બચાવી લેવામાં આવ્યા તો  બેના મૃતદેહ મળી આવ્યા

બિપરજોય તોફાન પછી દરેક દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે એમ છતાં લોકો બીચ પર આવવા-જવાનું ચાલુ રાખે છે. જણાવી દઈએ કે હાલ મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે.  બિપરજોય ચક્રવાતની આગાહી દરમિયાન મુંબઈના જુહુ બીચ પર એક મોટો અકસ્માત થયો હતો. હાલ દરેક દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. 

એવામાં મુંબઇના જુહુ બીચ પર નહાવા આવેલા 6 છોકરાઓ દરિયાના જોરદાર મોજાને કારણે ડૂબ્યાં હતા. છમાંથી બે છોકરાઓને લાઈફગાર્ડે કોઈક રીતે બચાવી લીધા હતા અને બેના મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના બે છોકરાઓને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

હાલ સુધી જેટલી માહિતી મળી છે એ મુજબ 8 છોકરાઓનું ગ્રુપ બીચ પર પિકનિક માટે આવ્યું હતું જેમાંથી 2એ દરિયામાં નાહવા જવા માટે ના પાડી હતી અનેએ બાકીના છ છોકરાઓ નાહવા માટે પડ્યા હતા. જેમાંથી બે બચી ગયા તો બે ના મૃતદેહ મળી આવ્યા છે. 

આ ઘટના સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી. છોકરાઓ જુહુ કોલીવાડા બાજુથી જેટીમાં પ્રવેશ્યા હતા. ત્યાં તૈનાત લાઇફગાર્ડે તેમને અંદર ન જવાનો સંકેત આપ્યો. ગાર્ડે પણ સીટી વગાડી હતી, પરંતુ હજુ પણ 6 છોકરાઓ અંદર ગયા હતા. છોકરાઓ એ રીતે પ્રવેશ્યા ત્યાંથી પોલીસ તૈનાત છે, પરંતુ આટલા લાંબા બીચ પર નજર રાખવી ખૂબ મુશ્કેલ છે. 

જણાવી દઈએ કે ચક્રવાત બાયપરજોયના એલર્ટ બાદ સોમવારે બીચ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં લોકોની અવરજવર ચાલુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Cyclone Biparjoy Latest News Cyclone Biparjoy news Mumbai બિપરજોય Cyclone Biparjoy
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ