બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Mumbai Indians sign Jofra Archer for Rs. 8 Crore despite doubts over his availability for IPL 2022
Hiralal
Last Updated: 05:06 PM, 13 February 2022
ADVERTISEMENT
2022ની IPLમાં ટીમો તેમની પસંદગીના ખેલાડીઓને લેવા માટે પાણીની જેમ પૈસા વાપરી રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ પણ આ વખતે ખજાનો ખૂલ્લો મૂકીને ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરી રહી છે. મુંબઈ ઈન્ડીયન્સે બીજા દિવસની હરાજીમા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પર મોટો દાવ ખેલીને તેને 8 કરોડમાં ખરીદી લીધો છે પરંતુ આર્ચરની પસંદગી માટે ચોંકાવનારી છે કે તેને આઠ કરોડો મળ્યા હોવા છતાં પણ તે આ વખતની આઈપીએલમાં રમવાનો નથી, 2023થી આઈપીએલમાં તે રમશે. ત્યા સુધી તેને આરામ આપવામાં આવ્યો છે.
જોફ્રા આર્ચર હાલમાં બીમાર, 2022ની આઈપીએલમાં નહીં રમે
ADVERTISEMENT
જોફ્રા આર્ચર હાલમાં ઈજાગ્રસ્ત હોવાથી તે 2022ની આઈપીએલમાં ખરીદાયો હોવા છતાં પણ નહીં રમે. 2023થી આઈપીએલમાં તે રમશે.
બોલરોનો દબદબો
IPL 2022 સીઝન પહેલા બેંગલુરુમાં 12 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ ખેલાડીઓની હરાજી શરૂ થઈ હતી. બે દિવસીય હરાજીના પહેલા દિવસે 10 ખેલાડીઓએ 10 કરોડ કે તેથી વધુની કમાણી કરી હતી. તેમાં દીપક ચાહર, હર્ષલ પટેલ અને ઈશાન કિશન છે. ચહરને તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ પૈસા મળશે, જ્યારે ઈશાન કિશને કિંમતના મામલે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. હર્ષલ પટેલ RCBના રેગ્યુલર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ કરતા મોંઘો સાબિત થયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.