બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સ્પોર્ટસ / mumbai-indians-pandit-reveals-secret-about-nita-ambani-prayer-during-ipl-matches

IPL / નીતા અંબાણીના ગુરુનો ખુલાસો, આ મંત્રનો જાપ કરતા જ મુંબઇ બની ચેમ્પિયન

vtvAdmin

Last Updated: 12:44 PM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોમાંચક રીતે ખત્મ થયેલી IPL 2019ની ટ્રોફી મુંબઇએ પોતાના નામે કરી લીધી.  12મેના રમાયેલી ફાઇનલ મેચમાં રોહિતની કેપ્ટન્સી ધરાવતી મુંબઇએ ધોનીની ટીમને છેલ્લી બૉલે હરાવી.

જોકે મેચ જીતવી મુંબઇ માટે સરળ ન હતી અને આખી મેચમાં ચેન્નાઇ મુંબઇ કરતા આગળ હતુ. મુંબઇ ઇન્ડિયન્સના 149 રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ચેન્નાઇ સુપરકિંગ્સ 1 વિકેટના નુકસાન પર 69 રન કરી લીધી હતી અને જીતની તરફ આગળ વધી રહ્યુ હતુ. છેલ્લી ઑવરમાં પણ વૉટસન  અને જાડેજાની હાજરીમાં ચેન્નાઇને 9 રન કરવાના હતા જે સરળતાથી થઇ શકે તેમ હતા. જોકે છેલ્લા બૉલ પર મુંબઇએ ચેન્નાઇને હરાવીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કરી લીધુ. 

આ દરમિયાન ટીમની માલિક નીતા અંબાણી દર વખતે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા, જેના ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જે પછી ઘણા યૂઝર્સે ત્યાં સુધી પૂછવાનું શરૂ કરી દીધુ કે નીતા અંબાણી કયા મંત્રનો જાપ કરી રહ્યા હતા જેનાથી તેમની ટીમ  જીતી ગઇ...

તો બીજી તરફ મુંબઇ ટીમના પારિવારિક ગુરુ પંડિત ચંદ્રશખેર શર્માએ મંત્રને લઇને ટીમની પૂજા-પાઠની તમામ વાત કરી. ગુરુ પંડિત ચંદ્રશખેર શર્માએ જણાવ્યુ કે, ''દર મેચ પહેલા મુંબઇની ટીમ ચંડી પાઠ કરે છે. ફાઇનલ મેચના દિવસેને મેચ દરમિયાન પણ મંલિગાની છેલ્લી બૉલ સુધી આ પૂજા કરવામાં આવી હતી.''

મુંબઇની ટીમના ગુરુ પંડિતે જણાવ્યુ કે, ચંડી પાઠ ભાગ્ય બદલવા માટે કરવામાં આવે છે, જેનાથી તાકાત અને કંઇક સારું કરવાની શક્તિ મળે છે. 

નીતા અંબાણીની પ્રાર્થનાનો રાઝ:

જ્યારે શર્માજીને નીતા અંબાણીની પ્રાર્થના અને મંત્રો વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે, ''આ એક રહસ્ય છે, જેને ના જણાવવામાં આવે. જ્યારે તમે કોઇ પણ વસ્તુને દિલથી ઇચ્છો કે તે પૂરી થાય તો તે ચોક્કસથી પૂરી થાય છે.''

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL Mumbai Indians Nita Ambani sports IPL 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ