Mumbai Indians gave good news to the fans, you will be happy to know that the work done before WPL
ક્રિકેટ /
મુંઇન્ડિયન્સે ફેન્સને આપ્યા ગુડ ન્યુઝ, WPL પહેલાં કર્યું એવું કામ કે જાણીને ખુશ થઇ જશો
Team VTV04:23 PM, 25 Feb 23
| Updated: 04:27 PM, 25 Feb 23
મુંબઈની ટીમ પોતાના WPL અભિયાનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ સામે કરશે. આ બંને ટીમો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચ રમશે. WPLનું આયોજન મુંબઈમાં જ થવાનું છે.
મુંબઈએ લીગ માટે પોતાની મહિલા ટીમની જર્સી લોન્ચ કરી
BCCIએ પ્રથમ વખત WPlનુ આયોજન કર્યું
મુંબઈ ઈન્ડિયન્સની મેન્સ ટીમની જર્સી પણ કંઈક આવી જ છે
મહિલા ક્રિકેટરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આ વર્ષે પુરી થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ (WPL)નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ લીગ 4 માર્ચથી શરૂ થઈ રહી છે. આ લીગમાં ત્રણ ફ્રેન્ચાઈઝી છે જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈએ શનિવારે આ લીગ માટે પોતાની મહિલા ટીમની જર્સી લોન્ચ કરી છે.મુંબઈની મહિલા ટીમની જર્સી આછા વાદળી રંગની છે. જેમાં સાઈડમાં નારંગી રંગ છે અને ગોલ્ડન કલરની લાઈન છે. મુંબઈ ઈન્ડિયન્સની મેન્સ ટીમની જર્સી પણ કંઈક આવી જ છે. આ જર્સીનો ફોટો પોસ્ટ કરતા મુંબઈએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, અહીં મુંબઈનો સૂરજ, દરિયો, વાદળી અને સોનેરી રંગ. WPL ની અમારી પ્રથમ જર્સી.
ભારતની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સામેલ
ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમની વાત કરીએ તો તે મુંબઈ ઈન્ડિયન્સ છે. આ ટીમે સૌથી વધુ પાંચ વખત આ ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમે 2013, 2015, 2017, 2019, 2020માં ટાઈટલ જીત્યું હતું. જો કે આ ટીમ છેલ્લી સિઝનમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી, પરંતુ તેમ છતાં આ ટીમની બરાબરી કરવી એ આઈપીએલની બાકીની ટીમો માટે મોટી વાત છે. હવે જોવાનું એ રહેશે કે WPLમાં આ ટીમ IPLની સફળતાનું પુનરાવર્તન કરી શકશે કે નહીં. આ મહિને યોજાયેલી હરાજીમાં ટીમે ઘણા મોટા ખેલાડીઓને પોતાની સાથે સામેલ કર્યા છે. જેમાં ભારતની મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સામેલ છે.
મુંબઈની ટીમ પોતાના WPL અભિયાનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ સામે કરશે. આ બંને ટીમો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચ રમશે. WPLનું આયોજન મુંબઈમાં જ થવાનું છે. આ પછી આ ટીમ 6 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મુંબઈનો મુકાબલો 9 માર્ચે દિલ્હી સામે થશે. ત્યારબાદ 12 માર્ચે આ ટીમ યુપી વોરિયર્સ સામે ટકરાશે. 14 માર્ચે ફરી મુંબઈ અને ગુજરાતની ટીમો આમને-સામને થશે. મુંબઈ અને યુપી 18 માર્ચે સામસામે ટકરાશે. 20 માર્ચે ફરી મુંબઈ અને દિલ્હી આમને-સામને થશે. 21 માર્ચે બેંગ્લોર અને મુંબઈ ફરી રમશે.