બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians cricket watch video arjun tendulkar receives potm badge from sachin tendulkar

ગર્વ છે.. / પિતા સચિને અર્જુન તેંડુલકરને આપ્યું ખાસ સન્માન, તાળીઓથી ગુંજી ઉઠ્યો ડ્રેસિંગરૂમ, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 09:17 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન તેંડુલકરે IPLમાં ડેબ્યુ કર્યું છે. તેમણે બીજી મેચમાં પહેલી વિકેટ લીધી છે. આ શાનદાર પ્રદર્શન જોઈને સચિન તેંડુલકરે અર્જુન તેંડુલકરને એક ખૂબ જ ખાસ ભેટ આપી છે.

  • અર્જુન તેંડુલકરે IPLમાં ડેબ્યુ કર્યું.
  • સચિન તેંડુલકરે અર્જુન તેંડુલકરને આપી ખાસ ભેટ.
  • વિકેટ લઈને મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી. 

ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના દીકરા અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. અર્જુન તેંડુલકરે IPLમાં ડેબ્યુ કર્યું છે. તેમણે બીજી મેચમાં પહેલી વિકેટ લીધી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં છેલ્લી ઓવરમાં ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી, જેના વખાણ કરવામાં આવી રહ્યા છે. હૈદરાબાદે જીત મેળવવા માટે છેલ્લી ઓવરમાં 20 રન કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ અર્જુન તેંડુલકર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અર્જુન ટીમના કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યા છે અને 5 રન આપીને ટીમને શાનદાર જીત અપાવી છે. આ શાનદાર પ્રદર્શન જોઈને સચિન તેંડુલકરે અર્જુન તેંડુલકરને એક ખૂબ જ ખાસ ભેટ આપી છે. 

અર્જુન તેંડુલકરે 2.5 ઓવરમાં 18 રન આપીને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી હતી અને મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ડ્રેસિંગરૂમમાં પરત આવી, ત્યારે સચિને અર્જુનને બેઝ આપ્યો હતો. આ બેઝ મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર ઓફ ધ મેચને આપવામાં આવે છે. સચિને આ બેઝ પહેરાવ્યા પછી કહ્યું કે, ‘ફેમિલીમાં એક વિકેટ તો આવી.’ મુંબઈ ઈન્ડિયન્સે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો હતો, આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

 

અર્જુને બે સીઝન સુધી રાહ જોવી પડી
23 વર્ષીય અર્જુન તેંડુલકરે IPLમાં ડેબ્યુ કરવા માટે બે સીઝન સુધી રાહ જોવી પડી હતી. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને ડેબ્યૂ કરવાની તક આપી હતી. IPLની 16મી સીઝનમાં અર્જુન તેંડુલકરે કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ડેબ્યુ કર્યું. ડેબ્યુ મેચમાં 2 ઓવરની બોલિંગ કરી શક્યા હતા, પરંતુ તેમને સફળતા મળી નહોતી. 

અર્જુન પાસે નવા બોલને સ્વિંગ કરવાની સ્કિલ
અર્જુન તેંડુલકરે જે ખેલાડીની વિકેટ લીધી છે. તે ખેલાડીએ 15 વર્ષ પહેલા સચિન તેંડુલકરને રણજી ટ્રોફીમાં શૂન્ય પર બોલ્ડ કરી દીધા હતા. ભુવનેશ્વર કુમાર 2008-09 સીઝનમાં સચિન તેંડુલકરને બોલ્ડ કરીને ચર્ચાનો વિષય બની ગયા હતા. અર્જુન તેંડુલકરે પિતાના હિસાબને બરાબર કરવાની કોશિશ કરી છે. અર્જુન તેંડુલકર નવા બોલને સ્વિંગ કરવામાં અને છેલ્લી ઓવરમાં યોર્કર પર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Tendulkar Bhuvneshwar Kumar Cricket IPL 2023 Sachin Tendulkar arjun tendulkar badge arjun tendulkar video અર્જુન તેંડુલકર અર્જુન તેંડુલકર વિડીયો ભુવનેશ્વર કુમાર સચિન તેંડુલકર IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ