બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે નવો ફિલ્ડ કોચ શોધ્યો, 2 વર્લ્ડ જિતાડનારને સોંપી જવાબદારી
Last Updated: 03:36 PM, 13 December 2024
IPL 2025માં 18 મી સીઝન રમાશે ત્યારે તેને લઈને મેગા પ્લેયર ઓક્શન પણ યોજાઇ ગયું છે અને દરેક ટીમમાં મોટા બદલાવ જોવા મળ્યા છે. ત્યાંજ IPLના ઇતિહાસમાં સૌથી સફળ ટીમમાંથી એક એટલે કે મુંબઈની ટીમે ઓક્શન પછી તેના કોચિંગ સ્ટાફને લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં તેમને 6 વર્ષ સુધી ઈંગ્લેન્ડ ટીમના કોચિંગ સ્ટાફમાં નિયુક્ત હોપકિન્સનને IPL 2025ની ટીમ માટે નિયુક્ત કર્યા છે. હોપકિન્સને તેની કરિયરમાં ક્યારેય ઇન્ટરનેશનલ મેચ રમી નથી ફર્સ્ટ ક્લાસ અને A લિસ્ટ ફૉર્મટમાં રમવાનો બહોળો અનુભવ છે.
ADVERTISEMENT
વર્ષ 2018 થી હતા ઈંગ્લેન્ડના કોચ
ADVERTISEMENT
Joining our support staff department, our new Fielding Coach ➡️ 𝐂𝐀𝐑𝐋 𝐇𝐎𝐏𝐊𝐈𝐍𝐒𝐎𝐍 🙌
— Mumbai Indians (@mipaltan) December 13, 2024
📰 𝚁𝙴𝙰𝙳 𝙼𝙾𝚁𝙴 - https://t.co/xzH2AY1MRb#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/zrk8Pb0ADQ
જીન હોપકિન્સન 43 વર્ષના છે અને વર્ષ 2018 થી તેઓ ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં છે. 2019 માં ઈંગ્લેન્ડની ટીમે વનડે કપ ટ્રોફી અને 2022 માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી20 વર્લ્ડ કપમાં જ્યારે ઈંગ્લેન્ડ જીત્યું ત્યારે તેઓ સ્ટાફનો ભાગ હતા. તેમણે 92 A લિસ્ટ મેચ રમી છે તો 28 ટી 20 મેચ પણ. એવામાં તેમની પાસે ઘણો અનુભવ છે જે મુંબઈની ટીમને કામ લાગશે.
વધુ વાંચો: RCB અને KKRના કેપ્ટન અંગે સસ્પેન્સનો અંત, આ યુવા ખેલાડીઓના હાથમાં હશે ટીમની કમાન
જયવર્ધન અને પારસ કોચિંગ ટીમમાં પરત
મુંબઈ ઈન્ડિયન્સના કોચિંગ સ્ટાફની વાત કરીએ તો જોન હોપકિન્સનને ટીમના નવા ફિલ્ડિંગ કોચ બનાવ્યા છે તો IPL 2024 પછી માર્ક બાઉચરને કોચ તરીકે હટાવ્યા છે અને તેની જગ્યા પર મહેલા જયવર્ધન ફરી ટીમમાં પરત ફર્યા છે તો સાથે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચની જવાબદારી નિભાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટમાં જગતમાં ચર્ચા / કોહલી અને પંત રમશે રણજી ટ્રોફી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાયો મોટો નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT