Mumbai indian calls Nagalands young leg spinner for trial
ક્રિકેટ /
નાગાલેન્ડનાં આ 16 વર્ષિય સ્પિનરને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો, નોર્થ ઈસ્ટનો પ્રથમ પ્લેયર બની શકે છે
Team VTV03:59 PM, 30 Jan 21
| Updated: 04:01 PM, 30 Jan 21
મુંબઈ ઈન્ડિયન્સે નાગાલેન્ડનાં 16 વર્ષિય સ્પિનરને આઈપીએલની આગામી સિઝનની ટ્રાયલ માટે બોલાવ્યો છે, રાહુલ ચહરને સપોર્ટ માટે લેગ સ્પિનરની જરુર છે માટે મુંબઈ લગાવી શકે છે આ પ્લેયર પર મોટો દાવ.
આઈપીએલ 2021 માટે મુંબઈની નજર વધુ એક ઘરેલુ ખેલાડી પર
મુંબઈએ બુમરા અને હાર્દિક જેવા સ્ટાર ખેલાડી આપ્યા છે
મુંબઈની ટીમ વિદેશી કરતા ઘરેલુ પ્લેયર પર વધારે ભરોસો કરે છે
પાંચ વાર આઇપીએલ ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની નજર હંમેશાં ભારતના ઘરેલુ ખેલાડીઓ પર રહેતી હોય છે. મુંબઈની ટીમ વિદેશી ખેલાડીઓ કરતાં ભારતીય ખેલાડી પર વધુ વિશ્વાસ મૂકે છે અને ટીમે ભારતને હાર્દિક પંડ્યા અને જસપ્રીત બૂમરાહના રૂપમાં ઘણા સુપરસ્ટાર ખેલાડી પણ આપ્યા છે. આઇપીએલ ૨૦૨૧ માટે મુંબઈની નજર ફરી એક વાર ઘરેલુ ખેલાડીઓ પર છે. આથી જ મુંબઈ ઇન્ડિયન્સે નાગાલેન્ડના ૧૬ વર્ષીય સ્પિનર ખ્રીવિત્સો કેન્સને ટ્રાયલ માટે બોલાવ્યો છે. આઈપીએલમાં નોર્થ ઇસ્ટનો પ્રથમ પ્લેયર બની શકે છે
નાગાલેન્ડના સ્પિનર ખ્રીવિત્સો જો પોતાના પ્રદર્શનથી મુંબઈના ટીમ મેનેજમેન્ટ પ્રભાવિત કરવામાં સફળ રહ્યો તો તે નોર્થ-ઈસ્ટ તરફથી આઇપીએલમાં રમનારો પ્રથમ ખેલાડી બની જશે. ખ્રીવિત્સો સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં અત્યાર સુધી રમેલી ચાર મેચમાં સાત વિકેટ પોતાના નામે નોંધાવી ચૂક્યો છે. મીડિયા સાથે વાત કરતાં ૧૬ વર્ષીય ખ્રીવિત્સોએ જણાવ્યું, ''મુંબઈ ઇન્ડિયન્સે એક મેચ જોયા બાદ મને ટ્રાયલ માટે બોલાવ્યો છે.'' મુંબઈની ટીમને રાહુલ ચાહરના સપોર્ટ માટે એક લેગ સ્પિનરની જરૂર છે. આ સ્થિતિમાં મુંબઈ નાગાલેન્ડના આ સ્પિનર પર જુગાર રમી શકે છે. મુંબઈએ 7 પ્લેયરને રિલીઝ કર્યાં
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સે આગામી હરાજી પહેલાં પોતાના સાત ખેલાડીને રિલીઝ કરી દીધા છે, જેમાં મલિંગાનું નામ પણ સામેલ છે. મલિંગા ઉપરાંત ગત સિઝનમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનારા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેમ્સ પેન્ટિસનને પણ ટીમે રિલીઝ કરી દીધો છે. નાથન કુલ્ટર નાઇલને પણ ટીમમાં નહીં રાખવાનો મુંબઈ ઇન્ડિયન્સે નિર્ણય કર્યો છે. ફાસ્ટ બોલરની વાત કરવામાં આવે તો ટીમ પાસે હાલ ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બૂમરાહના રૂપમાં બે વિશ્વસ્તરીય બોલર હાજર છે.