મુંબઈમાં મેઘાની મહેર કહેરમાં પરિવર્તિત થઇ, NDRFની ટીમે 130 લોકોને બચાવ્યા

By : kaushal 08:30 PM, 11 July 2018 | Updated : 08:30 PM, 11 July 2018
આખા મહારાષ્ટ્ર રાજ્યમાં મેઘાની મહેર કહેરમાં પરિવર્તિત થઇ ગઇ છે. મુંબઇ પાસેના તમામ વિસ્તારો જીવલેણ પાણીની ચપેટમાં આવી ગયાછે.  તો ઝડપ જે શહેરની ઓળખ હતી. તે શહેર આજે પણ જાણેકે થંભી ગયું છે. મુંબઇમાં વરસાદ તો બંધ થઇ ગયો. પરંતુ હજુ આફતના નીર ઓસર્યા નથી. એક તો લોકો માટે ઘરની બહાર નિકળવુ મુશ્કેલ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રોજીંદા વપરાશની વસ્તુઓના વધેલા ભાવ મુંબઇકરોને બમણો ઝટકો આપી રહ્યા છે. 

મહારાષ્ટ્રના પાલઘરમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીનો એવો તો પ્રકોપ જોવા મળ્યો કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. માથે આફત વરસાવતું આકાશ, અને જમીન પર વહેતા વરસાદી પાણીએ લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકી દિધા છે. પાલઘર પાસેના આ ગામની સ્થિતિ અંગે NDRFને માહિતી મળતા જવાનો દેવદૂત માફક પહોંચી ગયા હતા. અને રેસ્ક્યુ ઓપરેશન કરવાની શરૂઆત કરી દીધી હતી. 

NDRFની ટીમ મદદે આવી, તો લોકો ઘરવખરી જ્યાંની ત્યાં મુકીને જીવ બચાવવા માટે નાવમાં સવાર થઇ ગયા હતા. અત્યાર સુધીમાં NDRFની ટીમે 130 લોકોને બચાવી લિધા છે.  

તો મુંબઇમાં આફતનો વરસાદ તો બંધ થઇ ગયો. પરંતુ લોકોની મુશ્કેલી હજુ ઓછી થઇ નથી. મુંબઇના નાલાસોપારામાં રેલવે સ્ટેશન બહાર જ્યાં જોવો ત્યાં માત્ર પાણી  જ પાણી. પાંચ દિવસના વરસાદે મુંબઇનગરીની જીવનશૈલી પર જ જાણેકે બ્રેક લગાવી દિધી. પાણી ઓસરે તેની મીટ માંડીને લોકો રાહ જોઇ રહ્યા છે. 

એપાર્ટમેન્ટથી લઇને મુખ્યરસ્તા અને બજાર સુધી માત્ર પાણીનું જ વર્ચસ્વ છે. એટલે વેપારીઓએ પણ માનવતાને વહેતા પાણીમાં મૂકીને લોકોની મજબુરીનો લાભ ઉઠાવવા માડયો છે. અને રોજીંદી જરૂરીયાતની તમામ વસ્તુના ભાવ બમણા કરી નાખ્યા. 

હવમાન વિભાગે આગાહી કરી  છે કે આગામી બે દિવસ ભારે વરસાદ પડશે. એટલે મુંબઇના માથેથી હજુ પણ આફતના વાદળો હટયા નથી. Recent Story

Popular Story