મુંબઇ: દીપિકા પાદુકોણ રહે છે તે બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ

By : juhiparikh 03:43 PM, 13 June 2018 | Updated : 03:48 PM, 13 June 2018
વર્લીના અપ્પાસાહબ મરાઠે માર્ગ સ્થિત એક કૉમર્શિયલ ટાવરમાં આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યુ છે,આ આગ ટાવરના 32-33માં ફ્લોર પર લાગી છે. ખાસ વાત તો એ છે આ બિલ્ડિંગના 26માં ફ્લોર પર બોલિવુડની ટૉપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ રહે છે. જોકે ટાવરમાંથી લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવી રહ્યા છે. જોકે હાલ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ખાસ્સી હાઈટ પર લાગી હોવાથી તેના પર કાબૂ મેળવવો પડકારજનક રહેશે.

ડ્યુમોન્દે એપાર્ટમેન્ટના ટોપ ફ્લોરમાં આગ લાગવાથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ મુંબઈ પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા છે.
 
ઘટનાની માહિતી મુંબઈ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા લોકોને જાણકારી આપવા માટે શેર કરી છે. બિલ્ડિંગની આસપાસ ઝૂંપડપટ્ટી પણ આવેલી છે. આ વિસ્તારમાં ટ્રાફિક પણ ખાસ્સો રહે છે, તેમજ સમગ્ર વિસ્તાર અતિ ગીચ પણ છે. તેની આસપાસ સ્લમ એરિયા પણ આવેલો છે.
 
આ અપાર્ટમેન્ટનું નામ ડ્યુમોન્દે છે, અને બિલ્ડિંગ મુંબઈના પ્રભાદેવી વિસ્તારના અપ્પાસાહેબ મરાઠે માર્ગ પર આવેલી છે. 33 માળના બિલ્ડિંગમાં ટોપના 2 ફ્લોર પર આગ લાગી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ડુપ્લેક્સ ફ્લેટમાં આ આગ લાગી છે. અત્યાર સુધી 90થી 95 લોકોને આ બિલ્ડિંગમાંથી કાઢવામાં આવ્યા છેRecent Story

Popular Story