મુંબઈમાં સિંગર મીકાસિંહના ઘરે ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ફેમસ સિંગર મીકાસિંહના મેનેજરે આ મામલે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી મુજબ મીકાસિંહના ઘરમાં આશરે 3 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં એક લાખ રૂપિયા કેશ અને 2 લાખના સોનાના દાગીના સામેલ છે.
આ ઉપરાંત માહિતી મળી રહી છે કે મીકાસિંહના એક નજીકના અસોસિએટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે મીકાસિંહના ઘરમાં ચોરીને અંજામ બપોરના સમયે આપવામાં આવ્યો છે.