Dy.CM નીતિન પટેલનું થશે ઘૂંટણનું ઓપરેશન, મુંબઇની હોસ્પિટલમાં કરાયા દાખલ

By : kavan 10:32 AM, 30 November 2018 | Updated : 10:32 AM, 30 November 2018
મુંબઇ: ભાજપના વધુ એક મંત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. DyCM નીતિન પટેલને મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યાં નીતિન પટેલના બન્ને ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવશે અને સોમવારે નીતિન પટેલ અમદાવાદ પરત ફરશે. મહત્વનું છે કે, નીતિન પટેલને ઘણા લાંબા સમયથી ઘૂંટણમાં દુ:ખાવાની પ્રોબ્લેમ હતી.
  ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ છેલ્લા કેટલાય સમયથી ધૂંટણની તકલીફને કારણે આખરે તેમણે ઘૂંટણની સર્જરી કરાવાનો નિર્ણય કરી લીધો હતો. નીતિન પટેલ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ માટે ગુરુવારે પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે, રાજ્યના DyCM નીતિન પટેલ પહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નાદુરસ્ત તબિયતને લઇને અમદાવાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે DyCM નીતિન પટેલને પણ ઘૂંટણનું ઓપરેશન કરવા માટે મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story