બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / અમેરિકામાં ભારત પાકિસ્તાન મેચ બાદ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટનું હાર્ટ એટેકથી અવસાન
Last Updated: 06:17 PM, 10 June 2024
અમેરિકામાં પાકિસ્તાન સામે ભારતની ખુશી ગમમાં ફેરવાઈ છે. ન્યૂયોર્કમાં મેચ જોવા ગયેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આમોલ કાલેનું હાર્ટ એટેકથી અવસાન થતાં ક્રિકેટ જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી. આમોલ કાલે ખાસ ભારત-પાકિસ્તાનની મેચ જોવા ન્યૂયોર્ક ગયાં હતા પરંતુ આ ખુશીનો પ્રસંગ તેમના જીવનનો અંતિમ બની રહ્યો અને તેઓ દુનિયા છોડીને ચાલ્યાં ગયા. તેઓ જ્યારે ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યાં હતા બરાબર ત્યારે તેમની તબિયત ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવા પર હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાયું હતું.
ADVERTISEMENT
Heard the sad news of the demise of #AmolKale President of Mumbai Cricket Association.
— Dr.Jitendra Awhad (@Awhadspeaks) June 10, 2024
Good Organiser and a Cricket lover.
Amol this was not ur age to say good bye to the world
It’s a personal loss to me #RIP pic.twitter.com/W1IdzjJImF
ગત વર્ષે બન્યાં હતા MCA પ્રમુખ
ADVERTISEMENT
આમોલ કાલે ગત વર્ષે જ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ બન્યા હતા. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલાર અને દેવેન્દ્ર ફડણવીસના નજીકના આમોલ કાલેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદીપ પાટીલને હરાવ્યા હતા. શેલાર અને ફડણવીસ ઉપરાંત આમોલને NCP (શરદ પવાર)ના વડા શરદ પવારનું સમર્થન પણ મળ્યું હતું. શરદ પવાર અને આશિષ શેલાર એમસીએના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જ્યારે અમોલ કાલે ઉપપ્રમુખ પદે રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.