બ્રેકિંગ ન્યુઝ
VTV / Mumbai court summons Rahul Gandhi over PM Modi jibe
Divyesh
Last Updated: 08:33 AM, 31 August 2019
ADVERTISEMENT
ભાજપના કાર્યકર્તા મહેશના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહેવુ ખોટુ છે. આપણા દેશ માટે લોકો શું વિચારશે. ભાજપના કાર્યકર્તા મહેશે કહ્યું કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં 'કમાન્ડર ઇન થીફ' નામથી ટ્વિટ કર્યું હતું ત્યારે પણ દુઃખ થયું હતું.
ADVERTISEMENT
ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ભાષણની સીડી અને ન્યૂઝ પેપરનું કટિંગ કોર્ટમાં દસ્તાવેજ તરીકે રજૂ કર્યું છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ભાજપના કાર્યકર્તાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાઇવ ટીવી સ્ટ્રીમિંગ દરમિયાન 'કમાન્ડર ઇન થીફ' કહ્યું છે.
રાહુલ ગાંધીનું આ ભાષણ ઘણી બધી ન્યૂઝ ચેનલ તેમજ ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થયું. એટલા માટે પાર્થી માનહાનિનો કેસ દાખલ કરવા ઇચ્છે છે. આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે પાર્ટીનો સભ્ય હોવાના કારણે ફરિયાદી કોર્ટમાં અપીલ દાખલ કરવાનો અધિકારી છે.
કોર્ટે આદેશ કરતાં કહ્યું છેકે કથિત માનહાનિથી વડાપ્રધાન જ નહીં પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજ થયા છે. ભારતીય દંડ સંહિતાની ધારા 500 હેઠળ આ મામલાની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.