બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને કોર્ટે રાહત આપી છે
શિલ્પા શેટ્ટીના પતિને મળ્યા જામીન
રાજ કુન્દ્રાનું પોર્નોગ્રાફી કેસમાં આવ્યું હતું નામ
પાછલા ઘણા સમયથી જેલમાં હતા રાજ કુન્દ્રા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. આ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે. આગોત્રા જામીન અરજી પર સુનાવણી 25 ઓગસ્ટે થશે.
રાજ કુંદ્રાને આગોત્રી જામીન નવેમ્બપ 2020ના એક કેસમાં મળી છે. આ કેસમાં મુંબઈ સેશન કોર્ટે તેમની આગોત્રી જામીન રદ્દ કરી દીધી હતી. જ્યાર બાદ રાજ કુન્દ્રાએ સાઈબર પોલીસ દ્વારા દાખલ મામલામાં જામીનની માંગ કરતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાયો હતો.
Mumbai court grants bail to businessman and actor Shilpa Shetty's husband Raj Kundra in the pornography case on a surety of Rs 50,000 pic.twitter.com/jtEB9Ixd5C
42 વધુ સાક્ષીઓના નિવેદન લેવાયા છે
પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો છે કે કુંન્દ્રાએ પોર્ન રેકેટના દિન-પ્રતિદિનના સંચાલન માટે વિયાન ઈન્ડસ્ટ્રીઝના મુંબઈ કાર્યાલયનો ઉપયોગ કર્યો. મુંબઈ પોલીસ જણાવ્યું કે તે Hotshots અથવા Bollyfame એવી એપ છે જેના દ્વારા આરોપીએ અશ્લીસ સામગ્રી ઓનલાઈન અપલોડ કરી હતી. શિલ્પા શેટ્ટી ઉપરાંત કુન્દ્રા અને થોર્પના વિરૂદ્ધ મામલાને સાબિત કરવા માટે 42 વધુ સાક્ષીઓના નિવેદન છે. જેમાંથી અમુક એક મજીસ્ટ્રેટના સામે દાખલ કરવામાં આવ્યું છે.
શિલ્પાની એક પોસ્ટથી ગઈકાલે સર્જાયા હતા અનેક તર્ક-વિતર્ક
બોલીવૂડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા હાલ પોર્નોગ્રાફી મામલે જેલમાં છે, તેમના પર 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ત્યારે શિલ્પાની સોશિયલ મીડિયા પરની એક પોસ્ટથી સનસની મચી છે. આ પોસ્ટને લોકો શિલ્પા શેટ્ટીએ છૂટાછેડાનો નિર્ણય કર્યો હોય તેવો ઈશારો માનીને શેર કરી રહ્યા છે તો કમેન્ટસ પણ કરી રહ્યા છે.
ખોટા નિર્ણય અને બ્રાન્ડ ન્યૂ એન્ડિંગ પર કરી વાત
આપને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટીએ શુક્રવારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મોટિવેશનલ પુસ્તકનું પેજ શેર કર્યું હતું. આ પેજમાં ખરાબ નિર્ણયો પર વિચાર નજર આવી રહ્યા છે. એટલું જ નહીં તેમાં ખરાબ નિર્ણયની સાથે વધુ એક એવા શબ્દને આલેખવામાં આવ્યો છે તે છે બ્રાન્ડ ન્યૂ એન્ડિંગ. આ એન્ડિંગ શબ્દને લઈને ફેન્સ વિચારે ચડ્યા છે અને છૂટાછેટાના નિર્ણયનો ઈશારો કર્યો હોવાની વાત કરી હતી.