બ્રેકિંગ ન્યુઝ
VTV / mumbai court acquits voter id as proof of citizenship acquits two muslims of illegal bangladeshis
Last Updated: 10:26 PM, 20 February 2020
ADVERTISEMENT
મુંબઇ કોર્ટ (Mumbai Court) નિર્ણય સંભળાવતા કહ્યું કે ચૂંટણી કાર્ડ કોઇની નાગરિકતા સાબિત કરવા માટે પૂરતો પૂરાવો છે. આ મામલાની સુનાવમી મુંબઇની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થઇ. મુંબઇ પોલીસે અબ્બાસ શેખ અને રાબિયા ખાતૂનને ગેરકાયદેસર બાંગ્લાદેશી બતાવ્યા હતા.
'લાઇવ લૉ' ના એક સમાચાર મુજબ, જસ્ટિસ એએચ કાશીકરે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે 'વોટર કાર્ડ અથવા મતદાર ઓળખ પત્ર નાગરિકતાનું પૂરતો પૂરાવો છે કેમકે કોઇપણ વ્યક્તિને જનપ્રતિનિધિત્વ કાયદાના પ્રપત્ર 6ને ધ્યાને લેતા ઘોષણા પત્ર દાખલ કરવાનું હોય છે. જેમા એ જાહેર કરવામાં આવે છે કે તે વ્યક્તિ ભારતનો નાગરિક છે અને જો જાહેર કરાયેલ બાબત જૂઠ્ઠી નીકળે છે તો એ વ્યક્તિ સજા માટે ઉત્તરદાયી છે.'
ADVERTISEMENT
જ્યારે સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટને જણાવ્યું કે બંને આરોપી બાંગ્લાદેશી છે અને તેમની 2017માં રાય રોડ પર રેડ બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને સૂચના મળી હતી કે આ એરિયામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી રહી રહ્યા છે. રેડ પડ્યા બાદ બંને વ્યક્તિની ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે કોઇ પણ એવો પૂરાવો નહોતો જે એ સાબિત કરી શકે કે તે ભારતના નાગરિક છે.
આ દરમિયાન જ્યારે કોર્ટે બંને આરોપીઓની તરફથી દાખલ દસ્તાવેજોને જોયા તો જાણ્યું કે દસ્તાવેજ સરકારી છે અને સરકારના જ અલગ-અલગ વિભાગોએ તેને જારી કર્યા છે. મુંબઇ કોર્ટે સૌથી સચોટ પૂરાવા તરીકે વોટર આઇડીને માન્યું અને બંનેને મુક્ત કરવાનો નિર્ણય કર્યો.
નોંધનીય છે કે એક તરફ મુંબઇની કોર્ટે ચૂંટણી કાર્ડ (Voter ID)ને કાયદેસર દસ્તાવેજ માન્યુ છે તો બીજી તરફ મંગળવારે ગુવાહાટી હાઇ કોર્ટે કહ્યું છે કે જમીનના કાગળ, બેન્ક સ્ટેટમેન્ટ્સ અને પેનને નાગરિકતા સાબિત કરવા માટે ઉપયોગ ન કરી શકાય. કોર્ટે એક મહિલાની અરજીને ફગાવી દેતા આ વાત કહી.
મહિલાને ટ્રિબ્યૂનલ કોર્ટે 'વિદેશી' જાહેર કરી છે. જોકે, જમીન અને બેન્કના રેકોર્ડ એનઆરસી (NRC) ની ગેરકાયદેસર અપ્રવાસીઓની ઓળખ કરવા માટે આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ની પ્રક્રિયામાં સ્વીકાર કરવામાં આવેલ દસ્તાવેજોની લિસ્ટમાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT