Mumbai Boy dies while performing stunt in moving local train
ખતરનાક /
મુંબઇમાં ચાલુ લોકલ ટ્રેનમાં યુવકે કર્યો એવો સ્ટંટ અને પછી.....જુઓ Video
Team VTV08:33 AM, 31 Dec 19
| Updated: 02:50 PM, 31 Dec 19
મુંબઇમાં 26 ડિસેમ્બરના રોજ દિલશાન નામનો એક યુવકને ટ્રેનની બહાર લટકીને ખતરનાક સ્ટંટ કરવો ભારે પડી ગયો. લોકલ ટ્રેનની બહાર લટકીને સ્ટંટ કરતા સમયે આ યુવકનું થાંભલા સાથે ટકરાવાથી મોત નિપજ્યું હતું.
યુવકને ટ્રેનની બહાર લટકીને ખતરનાક સ્ટંટ કરવો ભારે પડી ગયો
આ યુવકનું થાંભલા સાથે ટકરાવાથી મોત નિપજ્યું
આ ઘટનાનો વીડિયો રેલવે મંત્રાલયે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો
એક મળતી જાણકારી મુજબ આ યુવક પોતાના સંબંધી માટે કપડાની ખરીદી કરવા મુંબઇ આવ્યો હતો. ખરીદી કર્યા બાદ તે કલ્યાણથી મુંબઇ સીએએસટીની તરફ જતી લોકલ ટ્રેનમાં ચઢ્યો હતો.
આ યુવક લોકલ ટ્રેનમાં ચડી ગયા બાદ બહારની તરફ લટકીને ખતરનાક સ્ટંટ કરવા લાગ્યો તે દરમિયાન પાટાની નજીકમાં આવેલા થાંભલા સાથે ટકરાયો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે દિલને હચમચાવી દે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
ट्रेन में स्टंट ना करें ये गैरकानूनी है एवं जानलेवा भी सिद्ध हो सकता है।
मुंबई में 26 दिसंबर को दिलशान नाम का युवक ट्रेन के बाहर लटक कर स्टंट करते हुए अपनी जान गंवा चुका है।
अपनी सुरक्षा की अवहेलना करके ट्रेन के बाहर लटकना,चलती ट्रेन में चढ़ना, हादसे का बुलावा हो सकता है। pic.twitter.com/oGEsqjoka6
આ ઘટનાનો વીડિયો રેલવે મંત્રાલયે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરતાં ચેતાવણી આપી છે કે ચાલુ ટ્રેનમાં કોઇપણ પ્રકારના સ્ટંટ કરવા ગેરકાનૂની છે જે જાનલેવા પણ બની શકે છે.
મુંબઇમાં 26 ડિસેમ્બરના રોજ દિલશાન નામના યુવકને ટ્રેનની બહાર લટકીને સ્ટંટ કરતા પોતાનો જીવ ગુમાવી દીધો છે. પોતાની સુરક્ષાની અવગણના કરી ટ્રેનની બહાર લટકવું, ચાલુ ટ્રેનમાં ચઢવું, દૂર્ઘટનાને નિમંત્રણ આપવા સમાન છે.
જો કે રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવતી ચેતવણી છતાં મુંબઇ લોકલ ટ્રેનમાં અવારનવાર આવા પ્રકારની ઘટના જોવા મળતી હોય છે. લોકલ ટ્રેનમાં બહાર લટકીને સ્ટંટના કારણે અત્યાર સુધીમાં ઘણા બધા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.