બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Mumbai bjp candidate gopal shetty workers ordered 4 thousand kilo sweets

Exit Poll 2019 / પરિણામથી ઉત્સાહિત બીજેપી ઉમેદવારોએ આપ્યો એક લાખ લાડુઓનો ઓર્ડર

vtvAdmin

Last Updated: 04:20 PM, 21 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણામ આવતા પહેલાં જ ઉત્તર મુંબઇ બીજેપી ઉમેદવાર ગોપાલ શેટ્ટીનાં કાર્યકર્તાઓએ 4 હજાર કિલો લાડુનો ઓર્ડર આપી દીધો છે. મોદીનું મહોરું પહેરીને લાડુ બનાવવામાં આવી રહેલ છે.

BJP workers ordered 4 thousand kilo sweets

એગ્ઝિટ પોલથી ઉત્સાહિત મુંબઇ બીજેપીએ જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિણામ આવતા પહેલાં જ ઉત્તર મુંબઇ બીજેપી ઉમેદવાર ગોપાલ શેટ્ટીનાં કાર્યકર્તાઓએ 4 હજાર કિલો લાડુ ( અંદાજે એક લાખ )નો ઓર્ડર આપ્યો છે. મોદીનું મહોરું પહેરીને લાડુ બનાવવામાં આવી રહ્યાં છે. જેનો એક વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે.

આજ તક અને એક્સિસ માઇ ઇન્ડિયાનાં એગ્ઝિટ પોલનાં આંકડાઓ અનુસાર જોઇએ તો મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન શાનદાર પ્રદર્શન કરવાની છે. ત્યારે 48 લોકસભા સીટોમાંથી એનડીએને 38થી 42 સીટો પર જીત મળી શકે છે જ્યારે યૂપીએને માત્ર 6થી 10 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ગઇ વખતની 2014ની ચૂંટણીમાં બીજેપીને 23 સીટો મળી હતી ત્યારે સહયોગી શિવસેનાને 18 સીટો મળી હતી.

મહત્વની બાબત તો એ છે કે સર્વે અનુસાર જોઇએ તો ઉત્તર મુંબઇ સીટ પર બીજેપી સૌથી પોપ્યુલર પાર્ટીનાં રૂપમાં જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસની ઉર્મિલા માતોડકર નીચલા સ્થાને જતી જોવા મળી રહી છે. આ સર્વેનાં સામે આવ્યા બાદ ગોપાલ શેટ્ટીનાં કાર્યકર્તાઓમાં જશ્નનનો માહોલ છે. કાર્યકર્તાઓ અને સમર્થકોએ અત્યારથી જ 23મેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઉર્મિલા સહિત 18 ઉમેદવારો મેદાનેઃ
મુંબઇ ઉત્તર લોકસભા સીટ પર 18 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. કોંગ્રેસે આ સીટ પર બોલિવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોડકરને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંયાથી વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને ઉમેદવાર બનાવેલ છે. બીજી બાજુ બસપા તરફથી મનોજકુમાર જય પ્રકાશ સિંહ મેદાનમાં છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP India Mumbai gopal shetty sweets workers Exit Poll 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ