mumbai bar girls hidden room mumbai police bar in andheri
દરોડા /
મુંબઈના એક બારમાં પોલીસનો દરોડો, 3 ફૂટના ગુપ્ત રૂમમાંથી જે મળી આવ્યું તે જોઈને અધિકારીઓ પણ થઈ ગયા સ્તબ્ધ...
Team VTV07:03 PM, 13 Dec 21
| Updated: 07:03 PM, 13 Dec 21
મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત એક બારના એક ભૂગર્ભમાંથી ભોંયરું બહાર આવ્યું છે. આ ભોંયરામાં અંદર 17 છોકરીઓને તાળું મારીને બંધ કરવામાં આવી હતી.
મેકઅપ રૂમની અંદર એક ગુપ્ત રૂમ હતો
રૂમની અંદર ખાણી-પીણીની સુવિદ્યા પણ હતી
પોલીસને 15 કલાક પછી ગુપ્ત ઓરડા વિશે જાણકારી થઈ
મુંબઈના અંધેરીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
મુંબઈના અંધેરીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બારના સિક્રેટ રૂમમાં 17 બાર ગર્લ્સને ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ છોકરીઓને મેકઅપ રૂપમાં અંદર બંને સીક્રેટ રૂમમાં છુપાડવામાં આવી હતી. પોલીસે તેમને શોધવામાં 15 કલાક જેટલો સમય લગાવ્યો હતો. જ્યાં છોકરીઓને છુપાવવામાં આવી હતી. ત્યાં ખાવા પીવા સહિતની સુવિદ્યઓ પણ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસને એક NGO તરફથી ફરિયાદ મળી હતી
મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાના અધિકારીઓને એક એનજીઓ તરફથી ફરિયાદ મળી હતી કે, કોવિડ-19 પ્રોટોકોલના ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. તેમજ બારમાં ખૂબજ ભીડ જમા થાય છે. અને ગ્રાહકો પ્રતિદિવસ લાખો રૂપિયા ખર્ચ કરે છે. બાર ગર્લ્સ હોવાથી આખી રાત ખુલ્લો રહેતો હતો,. અને સ્થાનિક પોલીસને આ વિશે કોઈ જાણકારી નથી. ફરિયાદના આધારે પોલીસે મોડી રાત્રે અચાનક જ છાપો માર્યો હતો.
કલાકો સુધી તપાસ કરી પરંતુ સફળતા ન મળી
જ્યારે પોલીસે બારમાં છાપો માર્યો હતો ત્યારે એક પણ બાર ગર્લ્સ મળી ન હતી. ત્યાર બાદ પોલીસે બારના બાથરૂમ, સ્ટોરેજ રૂમ, કિચન અને ઘણી અન્ય જગ્યાએ તપાસ હાથ ધરી હતી. પરંતુ તેમાં પણ બાર ગર્લ્સ ના મળી.બાદમાં પોલીસે કલાકો સુધી બારના કર્માચારીઓને પુછતાછ કરી પણ તેમણે પણ કહ્યું અહીંયા કોઈ બાર ગર્લ્સ નથી
રવિવારે ફરી એકવાર તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ ઘટના સામે આવી
સવાર પડતાંજ સમાજ સેવા શાખાના ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. રવિવારે એક વાર ફરીથી તપાસ હાથ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મેકઅપ રૂમમાં એક શંકાસ્પદ અરીસો મળી આવ્યો હતો. પોલીસે હથોડાથી અરીસાને તોડવાનો શરૂ કરી દીધો હતો. જેની પાછળ એક સીક્રેટ દરવાજો હતો. જે રિમોટ કંટ્રોલ કરવામાં આવતો હતો. પોલીસે કોઈ પણ રીતે આ દરવાજો ખોલ્યો તો અંદરથી એક પછી એક 17 છોકરીઓ બહાર કાઢવામાં આવી હતી. હાલ તો પોલીસ સીક્રેટ રૂમ અને રિમોટ કંટ્રોલનું તપાસ કરવાની કોશિશમાં કરી રહી છે. સાથે આ ઘટનાથી જોડાયેલા 20 લોકોને વિરૂદ્ધ પ્રાથમિક ગુનો દાખલ કરી બારને સીલ કરી દીધું છે.