Mumbai: 3-Month Driving License Suspension and Rs 500 Fine if Pillion Caught Without Helmet
સુરક્ષા પ્રાથમિકતા /
સાવધાન : બાઈક, સ્કૂટર ચલાવનાર માટે નવો ટ્રાફિક નિયમ, ફક્ત આ લોકોને લાગુ પડશે બાકીનાને રાહત
Team VTV05:20 PM, 25 May 22
| Updated: 05:30 PM, 25 May 22
મુંબઈ પોલીસે એક જાહેરનામું બહાર પાડીને બાઈક કે સ્કૂટરની પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે.
મુંબઈમા લાગુ પડ્યો ટ્રાફિકનો નવો નિયમ
બાઈક કે સ્કૂટરની પાછળ બેસનારે પણ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ
નિયમનું ઉલ્લંઘન કરનારને થશે આકરી કાર્યવાહી
અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને દ્વિચક્રી વાહનોમાં પાછલી સીટ પર બેસનાર લોકોની સુરક્ષા માટે મુંબઈ પોલીસે ટ્રાફિકનો એક નવો નિયમ લાગુ પાડ્યો છે. ટ્રાફિક પોલીસે આજે એક જાહેરનામું બહાર પાડીને મોટરસાઇકલ અને સ્કૂટરની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. અને આ નિયમનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. નવો નિયમ મુંબઈમાં જારી કરવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે આ નિયમ 15 દિવસ બાદ લાગુ થશે જે બાદ ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી શરૂ કરશે.
જોકે આ નિયમ ફક્ત મુંબઈ માટે લાગુ, દેશમાં અન્ય ઠેકાણે લાગુ નહીં
ઉલ્લેખનીય છે કે બાઈક કે સ્કુટર પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાનો નિયમ ફક્ત મુંબઈમાં જ લાગુ પડ્યો છે, મુંબઈ સિવાય દેશમાં બીજે ક્યાંય લાગુ પડ્યો નથી.
નોટિફિકેશન અનુસાર, બાઈક કે સ્કૂટર પાછળ બેસનારે જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેમનું લાઈસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ જશે અને 500 રુપિયાનો દંડ પણ થશે. ટ્રાફિક પોલીસને જાણવા મળ્યું છે કે મોટર સાયકલ, સ્કૂટરની પાછળની સીટ પર બેઠેલા મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા નથી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. અધિકારીએ જણાવ્યું કે, હાલ ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગર મોટરસાઇકલ અને સ્કૂટર ચલાવનારા પર 500 રૂપિયાનો દંડ લગાવે છે અથવા ત્રણ મહિના માટે તેમના લાઇસન્સ રદ કરે છે. હવે 15 દિવસ બાદ હેલ્મેટ વગર પાછળની સીટ પર બેસનારને પણ આ જ દંડ ફટકારવામાં આવશે.
20,000થી વધુના ઈનવોઈસ કપાશે, આ ભૂલ ન કરશો
મુંબઈ પોલીસ બીજો પણ એક નિયમ લાગુ પાડ્યો છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનને ઓવરલોડ કરનાર લોકોને 20,000 રુપિયાનો દંડ થશે. આ ઉપરાંત આમ કરવા પર પ્રતિ ટન રૂ.2000નો વધારાનો દંડ પણ ભરવો પડશે.
દ્વિચક્રી વાહનો પાછળ બેસનાર લોકોની સુરક્ષા માટે લાગુ પડાયો નિયમ
મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે દ્વિચક્રી વાહનો પાછળ બેસનાર લોકોની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ પડાયો છે.