મુંબઇમાં બની અનોખી ઘટના, ડાન્સ કરતા-કરતા સ્ટેજ પર અચાનક ઢળી પડી સગીરા

By : kavan 10:13 AM, 28 November 2018 | Updated : 10:13 AM, 28 November 2018
મુંબઈ: એક ડાન્સ મુકાબલામાં એક અનોખી ઘટના સામે આવી. ડાન્સ મુકાબલામાં ભાગ લેવા પહોંચેલી એક સગીરા યુવતી ડાન્સ કરતા કરતા અચાનક ઢળી પડી અને સગીરા યુવતી બેભાન થઈ ગઈ. બાદમાં બેભાન અવસ્થામાં જ તે  સગીરાને હોસ્પિટલમાં લઈ જવામાં પણ તબીબોએ તેને મૃત જાહેર કરી. 
  મુંબઈમાં એક ડાન્સ કમ્પિટીશન યોજાઈ હતી. જેમાં ડાન્સ કોમ્પીટીશન દરમિયાન જે સગીરાનો ડાન્સ હતો તે તૈયાર થઈ રહી હતી. જેના પગલે આ યુવતીને આગળ આવી અને તેણે ડાન્સ કરવાનું કહ્યું. જેથી યુવતીને ડાન્સ માટે સ્ટેજ પર મોકલવામાં આવી. 

ઉલ્લેખનીય છે કે, અચાનક આ 12 વર્ષની સગીરા ડાન્સ કરતા કરતા માત્ર આઠ જ સેકન્ડમાં ઢળી પડી અને બેભાન થઈ ગઈ. પરંતુ કમનસીબે યુવતી બચી શકી નહીં. હાલ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story