બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:20 AM, 13 April 2025
મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલમાં લોકોને ઉપયોગી થાય તેની જાહેરાત કરી છે. જી હાં એક મોટું પગલું ભરતા મહારાષ્ટ્ર સરકારે 'મુંબઈ 1' યુનિફાઇડ સ્માર્ટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કાર્ડ દ્વારા મુંબઈવાસીઓ હવે એક જ કાર્ડથી મેટ્રો, લોકલ ટ્રેન, મોનો રેલ અને બસોમાં મુસાફરી કરી શકશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પત્રકાર પરિષદમાં આ યોજના વિશે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કાર્ડની ડિઝાઇન એક મહિનાની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેનો ઉપયોગ ટૂંક સમયમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવે મુસાફરોને અલગ ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં. તમે એક જ કાર્ડનો ઉપયોગ કરીને આ પરિવહનના માધ્યમોનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકશો.
આ કાર્ડ દ્વારા લોકો મેટ્રો રેલ લાઇન 1, 2A અને 7 પર પહેલાથી ઉપયોગમાં લેવાતી સોફ્ટવેર એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરી શકે છે.
વધુ વાંચો : VIDEO : આ ઓટો છે કે હરતી ફરતી ફાઇવ સ્ટાર હોટેલ? સુવિધા જાઈને તમને પણ નવાઈ લાગશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.