બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / આ કંપનીનો શેર રૂપિયા છાપવાનું મશીન! પાંચ વર્ષમાં 66000%નું રિટર્ન, શેરહોલ્ડર્સ થયા કરોડપતિ
Last Updated: 11:20 AM, 16 July 2024
શેરબજારમાં મલ્ટીબેગર સ્ટોક્સની સંખ્યા વધતી ગઈ રહી છે. તેમાં અમુક લોન્ગ ટર્મમાં રોકાણકારને માલામાન કરનાર સાબિત થઈ રહ્યા છે તો ત્યાં જ અમુક એવા પણ છે જે ખૂબ જ ઓછા સમયમાં પૈસા છાપવાની મશીન બની ગયા છે. એવો જ એક સ્ટોક છે એનર્જી સેક્ટરની કંપની વારી રિન્યૂએબલ્સનો (Waaree Renewables Stock) જે ફક્ત પાંચ વર્ષમાં જ 2 રૂપિયાથી 2000 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. સોમવારે આ શેરમાં ફરીથી જોરદાર ઉછાળ આવ્યો.
ADVERTISEMENT
એક ઓર્ડર અને રોકેટ બન્યો એનર્જી સ્ટોક
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર વારી રિન્યૂએલ્સે સોમવારે સ્ટોક એક્સચેન્જ ફાયલિંગને જણાવ્યું કે તેને 90 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. તેના હેઠળ કંપનીને નાણાકીય વર્ષ 2024-25માં આ સોલર એનર્જી પ્રોજેક્ટને પુરો કર્યો છે. કંપનીને મળેલા આ મોટા ઓર્ડરની ખબરની અસર શેર બજારમાં વેપાર વખતે એનર્જી કંપનીના શેર પર જોવા મળી.
વેપાર વખતે Waaree Renewables Stock 3 ટકા ઉછળીને 1980 રૂપિયાના લેવલ સુધી પહોંચ્યો. જોકે Stock Market બંધ થતા જ આ તેજી થોડી ધીમી થઈ અને એનર્જી સ્ટોક 1.95 ટકા વધીને 1948.25 રૂપિયા પર ક્લોઝ થયો.
5 વર્ષમાં 66000%નું રિટર્ન
Waaree Renewables Stock ખૂબ જ ઓછા સમયમાં પોતાના રોકાણકાર માટે મલ્ટીબેગર બનીને આગળ આવ્યો છે અને તેમને માલામાલ કરી દીધા છે. કંપનીના શેરે પૈસા લગાવનારને ફક્ત 5 વર્ષમાં જ 66,620.80 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 19 જુલાઈ 1019એ વારી રિન્યૂએબલ્સના એક શેરની કિંમત ફર્ત 2.92 રૂપિયા હતી જે સોમવારે 1980 રૂપિયા પર પહોંચી ગઈ.
વધુ વાંચો: વધેલું વજન સરળતાથી ઘટશે, દેશી ઘીના ઘરેલું નુસખા વેટ લોસ માટે કારગર, જાણો ફાયદા
રિટર્નના હિસાબથી રોકાણકારની સંપત્તિમાં આવેલા ઉછાળનું કેલક્યુલેશન કરો. તો આ સમયગાળામાં જો કોઈ રોકાણકારે કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી હોલ્ડ રાખ્યું હોય તો આ વધીને 66,720,000 રૂપિયા થઈ ગયા હશે. એટલે કે Waaree Renewables Stock એક લાખ લગાવનાર લોકોને કરોડપતિ બનાવનાર સાબિત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.