બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / સ્મોલ કેપ કંપનીનો શેર ખરીદવા લૂંટ! છ મહિનામાં રોકાણકારોને આપ્યું 550 ટકાનું મલ્ટીબેગર રિટર્ન

બિઝનેસ / સ્મોલ કેપ કંપનીનો શેર ખરીદવા લૂંટ! છ મહિનામાં રોકાણકારોને આપ્યું 550 ટકાનું મલ્ટીબેગર રિટર્ન

Last Updated: 04:24 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક નાની કંપનીના શેરોએ રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. તેને લિસ્ટિંગના દિવસે જ 187% ફાયદો કરાવ્યો હતો. અને છેલ્લા 6 મહિનામાં 550% ટકા વધારો થયો છે.

TAC ઇન્ફોસેક નામની નાની કંપનીના શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર વળતર રિટર્ન આપવાનું કામ કર્યું છે. તેના શેરમાં છેલ્લા 6 મહિનામા 550%થી વધુનો ઉછાળો આવ્યો છે. TAC Infosecનો IPO 27 માર્ચ 2024ના રોજ ખુલ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરની કિંમત 106 રૂપિયા હતી. શુક્રવારે તેના શેર 685 રૂપિયાએ ટ્રેડ કરી રહ્યા છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ TAC Infosec પર મોટો દાવ લગાવ્યો છે. કેડિયાના પર્સનલ પોર્ટફોલિયોમાં કંપનીના 11 લાખથી વધુ શેર છે.

  • લિસ્ટિંગના દિવસે રોકાણકારોને 187% નફો

TAC Infosecના IPOમાં શેરનો ભાવ 106 રૂપિયા હતો. કંપનીના શેર 5 એપ્રિલ 2024ના રોજ 290 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે જ TAC ઇન્ફોસેકનો શેર વધીને 304.50 રૂપિયા થયા હતા. મતલબ કે પ્રથમ દિવસે જ કંપનીના શેરમાં રોકાણકારોને 187 ટકાથી વધુનો નફો થયો હતો. TAC ઇન્ફોસેકનો IPO 422.03 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 433.80 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ દરમિયાન નોન ઈન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 768.89 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. TAC ઇન્ફોસેકના IPOમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સનો ક્વોટા 141.29 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

  • વિજય કેડિયા પાસે 11 લાખથી વધુ શેર

દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાના પર્સનલ પોર્ટફોલિયોમાં TAC ઇન્ફોસેકના 11,47,500 શેર છે. કંપનીમાં તેમની ભાગીદારી 10.95 ટકા છે. આ શેરહોલ્ડિંગ ડેટા NSE વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે જે ડેટા 3 એપ્રિલ 2024 સુધીનો છે. વિજય કેડિયા સિવાય તેમના પુત્ર અંકિત કેડિયા આ કંપનીના 3,82,500 શેર ધરાવે છે. કંપનીમાં તેમના પુત્રનો હિસ્સો 3.65 ટકા છે.


PROMOTIONAL 4
  • કંપનીના IPOની ડીટેલ્સ

TAC Infosecનો IPO 27 માર્ચ 2024 ના રોજ ખુલ્લો હતો અને તે 2 એપ્રિલ સુધી ઓપન રહ્યો હતો. કંપનીના શેર 5 એપ્રિલ 2024ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા હતા. કંપનીના પબ્લિક ઈશ્યુની ટોટલ સાઈઝ 29.99 કરોડ રૂપિયા હતી. TAC ઇન્ફોસેકના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ માત્ર 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. જેના એક લોટમાં 1200 શેર હતા.

સંકળાયેલા મુદ્દાઓ

IPO TAC Infosec Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ