બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Multi-crore Assamese and owner of Joho company Sridhar Vembu refutes wife's allegation, says 'she enjoys the rich life'
Vishal Khamar
Last Updated: 11:04 PM, 14 March 2023
ADVERTISEMENT
ઝોહો કોર્પોરેશનનાં સંસ્થાપક શ્રીધર વેમ્બુ દેશનાં કેટલાક મોટા ઉદ્યોગપતિઓમાં તેમની ગણના થાય છે. તેમનો જન્મ 1968 માં તમિલનાડુંનાં તંજારવમાં થયો છે. તેઓ તેમની સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે 1989 માં IIT - મદ્રાસમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેઓ અમેરિકાની પ્રિંસટન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુંએશન કર્યું હતું. વેબુને 1986 માં તેના ભાઈઓ સાથે એક એડવેટનેટ નામની એક કંપની શરૂ કરી હતી. અને 2009 માં જેનું નામ બદલીને જોહો કોર્પોરેશન કર્યું હતું.
ઝોહો કોર્પોરેશન ભારતમાં સૌથી વધુ નફો કમાવવા વાળી ઈન્ટરનેટ કંપની છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં કંપનીએ 1918 કરોડની કમાણી કરી હતી. અને કંપનીની આવક 5230 કરોડ રૂપિયા વધીને 6711 કરોડ રૂપિયા થઈ ગયો હતો. કંપની સંપૂર્ણપણે બુટ-સ્ટ્રેપ્ડ છે અને વેન્બુ પાસે 80 ટકાથી વધુ હિસ્સો છે. હાલમાં કંપની 12,000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. ફોર્બ્સ અનુસાર, વેમ્બુની કુલ સંપત્તિ 2,500 અબજ રૂપિયાથી વધુ છે.
ADVERTISEMENT
આખરે શ્રીધર વેમ્બુએ મૌન તોડી જવાબ આપ્યો
આખરે હવે ઝોહો કંપનીનાં સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુએ તેઓની પત્નિ અને ઓટીસ્ટીક પુત્રને એમના હાલત પર છોડવા માટેનાં આરોપ પર મૌન તોડી અને જવાબ આપતા તેમણે કહ્યું કે આ આરોપ એકદમ ઉપજાવી કાઢેલ છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ ઉપજાવી કાઢેલા આરોપો છે. મેં પ્રમિલા અને મારા દિકરાને આર્થિક રૂપથી તેમના હાલ પર છોડી દીધા છે. તે લોકો મારા કરતા વધારે વૈભવી જીવન શૈલીનો આનંદ લઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષોથી મારી યુએસનો પગાર તેમની પાસે છે. અને મેં તેમને મારૂ ઘર પણ આપી દીધું છે. તેમજ તેઓને ઝોહો ફાઉન્ડેશનનું પણ સમર્થમ મળી રહ્યું છે.
ત્યારે આ બાબતે વધુમાં જણાવા વેમ્બુએ કહ્યું કે તેમની પત્નિ પ્રમિલા 15 વર્ષથી પણ વધારે સમયથી ઓટિઝમ સામે લડાઈ લડી રહ્યા છીએ. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી) જે મગજના વિકાસ દરમ્યાન થનાર બિમારી છે. જે વ્યક્તિ કે સામાજિક વ્યવહાર અને સંપર્કને પ્રભાવિત કરે છે. તેમનો દિકરો પણ ઓટિઝમથી પીડીત છે. તેમણે કહ્યું કે તે એક સારી માતા છે. અને તે મારા દિકરાની બિમારી ઓટિઝમનો ઈલાજ કરાવી રહી છે. મેં તેની સાથે ખૂબ મહેનત કરી છે. તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મેં બધા જ પ્રયાસ કર્યા છે.
1/ With vicious personal attacks and slander on my character, it is time for me to respond.
— Sridhar Vembu (@svembu) March 14, 2023
This is a deeply painful personal thread. My personal life, in contrast to my business life, has been a long tragedy. Autism destroyed our lives and left me suicidally depressed.
આ તણાવનાં કારણે મારા લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું કારણ કે અમારો દિકરો તમામ સારવાર બાદ પણ સાજો થઈ રહ્યો ન હતો. તે સિવાય તેમણ તેઓનાં ટ્વિટરમાં એક ઉલ્લેખ કર્યો છે કે ની પત્ની ઝોહો કોર્પમાં તેના માલિકીના હિત અંગે કોર્ટમાં પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.
મેં ક્યારેય કંપનીમાં મારા શેર બીજા કોઈને ટ્રાન્સફર કર્યા નથીઃઝોહોના સીઈઓ
ઝોહોના સીઈઓએ કહ્યું કે તેણે ક્યારેય કંપનીમાં પોતાના શેર અન્ય કોઈને ટ્રાન્સફર કર્યા નથી. મેં ક્યારેય કંપનીમાં મારા શેર બીજા કોઈને ટ્રાન્સફર કર્યા નથી. હું અમારા 27 વર્ષના ઈતિહાસમાં પહેલા 24 વર્ષ માટે અમેરિકામાં રહ્યો હતો અને કંપનીની મોટાભાગની ચીજ વસ્તુઓ ભારતમાં બનાવવામાં આવી હતી.
યુનાઈટેડ આરબ અમીરાતમાં તેઓએ પાંચ વર્ષમાં 10 ગણી વૃદ્ધિ નોંધાવી
ઝોહોએ જાહેરાત કરી છે કે યુનાઈટેડ આરબ અમીરાતમાં તેની કામગીરી શરૂ કર્યા પછી પાંચ વર્ષમાં તેણે 10 ગણી વૃદ્ધિ નોંધાવી છે, જે તેના મધ્ય પૂર્વ અને આફ્રિકાના મુખ્ય મથક તરીકે સેવા આપે છે. જોહોલિક દુબઈની બાજુમાં કંપનીની વાર્ષિક વપરાશકર્તા કોન્ફરન્સમાં,ઝોહોનાં સીઈઓ અને સહ-સ્થાપક શ્રીધર વેમ્બુએ પણ દેશમાં વિસ્તરણ માટે એઈડી 100 મિલિયનના રોકાણની જાહેરાત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.