બ્રેકિંગ ન્યુઝ
VTV / Mukesh Wants To File Curative Petition Again
Kavan
Last Updated: 10:01 PM, 6 March 2020
ADVERTISEMENT
આવી સ્થિતિમાં, બધી કાર્યવાહી રદ કરવી જોઈએ અને તેને ક્યુરેટિવ પિટિશન અને અન્ય કાયદાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ વખતે મુકેશે તેના વકીલ એમ.એલ. શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
ADVERTISEMENT
મને મૌલિક અધિકારના વિચારથી અટકાવવામાં આવ્યો
મુકેશના વકીલે એમ.એલ.શર્મા દ્વારા અરજી કરીને ભારત સરકાર, દિલ્હી સરકાર તથા એમિક્સ ક્યૂરીને પ્રતિવાદી ગણાવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે. તેને નથી જણાવવામાં આવ્યું કે, લિમિટેશન એક્ટ હેઠળ ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માટે 3 વર્ષનો સમય હોય છે. આથી સાબિત થાય છે કે, તેને મૌલિક અધિકારોથી વંચિત રાખવામાં આવેલ છે.
ADVERTISEMENT
ત્રણ વર્ષ સુધી દાખલ કરી શકાય છે ક્યુરિટવ પિટિશન
એમએલ શર્મા દ્વારા કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લિમિટેશન એક્ટ કલમ-137 હેઠળ અરજી કરવા માટે નિયત સમયગાળો હોય છે. તેને ત્રણ વર્ષ સુધીનો સમયગાળો મળે છે.
ADVERTISEMENT
શું હતી આ આખી ઘટના
ADVERTISEMENT
નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે 23 વર્ષની એક પેરામેડિકલ સ્ટૂડન્ટ પોતાના મિત્રની સાથે દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઇને ઘરે પરત ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ત્યાંથી પસાર થઇ રહેલી એક પ્રાઇવેટ બસમાં સવાર થઇ ગયા. આ ચાલુ બસમાં એક સગીર સહિત 6 લોકોએ યુવતી પર બર્બરતાથી મારપીટ અને ગેંગરેપ કર્યો હતો.
ADVERTISEMENT
ત્યારબાદ તેઓએ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. ખરાબ રીતે ઘાયલ યુવતીને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા માટે એર લિફ્ટ કરી સિંગાપુર લઇ જવામાં આવી હતી. અહીં 29 ડિસેમ્બર 2012માં હોસ્પિટલમાં તેનું મોત થઇ ગયું હતું. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ 'નિર્ભયા' આપવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.