બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'આ ઘર છે, કોઈ રેસ્ટોરેન્ટ નથી', અંબાણીના ઘરની બહાર વિદેશી મહેમાનનું અપમાન, વીડિયો વાયરલ
Last Updated: 11:19 AM, 10 January 2025
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પોતાની મહેનત અને લગનથી એમનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. મુકેશ અંબાણી તેમની અને તેમના પરિવારની સુરક્ષા પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે તે જાણીને ચોક્કસ નવાઇ લાગશે. સાથે તેમના ઘરની સિક્યોરીટી પણ એટલી જ મજબૂત છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતો એક વીડિયો જેમાં અંબાણી પરિવારના ઘરની સુરક્ષા કરનાર સિક્યોરીટી ગાર્ડ એક વિદેશી મહેમાન સાથે રકઝક કરી રહ્યો છે, લોકો તેને મહેમાનનું અપમાન કર્યું હોય તેવી નજરે જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિદેશી મહેમાન સિક્યોરીટી ગાર્ડને કહી રહ્યા છે કે, 'અમે લગ્નમાં અંબાણીને મળ્યા હતા અને અમે સારા મિત્રો છીએ, અમને કહેલું હતું કે તેમનું પ્લેસ્ટેશન અમે ગમે ત્યારે રમી શકીએ છીએ.' આની સામે સિક્યોરીટી ગાર્ડ વળતા જવાબમાં તે મહેમાને કહે છે કે, 'તમારી પાસે કોઈ મેસેજ, મેઈલ અથવા કોઈ પુરાવો છે કે તેમને એવું કહ્યું છે, તે વિદેશ ગયા છે, તમે અંદર નહીં જઈ શકો.' આ બાદ લાંબી રકઝક ચાલે છે, ત્યારબાદ મહેમાન કહે છે કે, 'અમે અંદર રહ્યા જોઈએ, તો ગાર્ડ તેમને ખૂબ જ ખરાબ વ્યવહાર સાથે કહે છે કે, 'આ ઘર છે, કોઈ રેસ્ટોરેન્ટ નથી.'
ADVERTISEMENT
Ambani security guy roasted rich European arrogant kids. 😭😭 pic.twitter.com/rMDyAP27yo
— Hail Hydra (@Lordofbattles8) January 9, 2025
વાયરલ થયા બાદ લોકોએ આ વીડિયો પર ખૂબ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી , જેમાં લોકોને સિક્યોરીટી ગાર્ડનું આ વર્તન પસંદ નથી આવ્યું તેવી ટપ્પણી કરી છે. જો કે તમને જણાવી દઈએ કે બિઝનેસમેન મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરીટી મળેલી છે જેનો મહિને 20 લાખ ખર્ચો આવે છે. આ ખર્ચો અંબાણી પોતે ઉઠાવે છે. Z + સિક્યોરીટી હોવાને કારણે તેની સુરક્ષામાં એક સમયે 55 સુરક્ષાકર્મી તૈનાત હોય છે. તેમાંથી 10 NSG અને SPG કમાન્ડોની સાથે અન્ય પોલીસકર્મી હોય છે.
આ પણ વાંચો : ઠંડી-ધુમ્મસથી હવાઈ મુસાફરી પ્રભાવિત, અમદાવાદ એરપોર્ટથી 22 ફ્લાઇટના શિડ્યુલ ખોરવાયા
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પણ વાય પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. હથિયારો સાથે 10 CRPF કમાન્ડો નીતાની સુરક્ષામાં ઉપલબ્ધ હોય છે. નીતા દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો તેની સાથે જાય છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT