બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 PM, 20 July 2019
મુકેશ અંબાણીએ છેલ્લા 11 વર્ષથી પોતાના પગારમાં 1 રૂપિયાનો પણ વધારો કર્યો નથી. સામી બાજુ નીતા અંબાણીને અપાતી પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ શુક્રવારે પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. આ અનુસાર, કંપનીના પ્રોફિટમાં 7%નો વધારો થયો છે અને જિયોની આવકમાં પણ 44% નો વધારો થયો છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણી 2008-09માંથી પોતાની સેલેરીમાં કોઇ વધારો કર્યો નથી. કંપની દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, આજે પણ તેમની વાર્ષિક આવક 15 કરોડ રૂપિયા છે. જેમાં કમિશન, અલાઉન્સ, અન્ય લાભ વગેરે શામેલ છે. મુકેશ અંબાણીને 2018-19માં 4.45 કરોડ રૂપિયા સેલેરી અને અલાઉન્સ વગેરે શામેલ છે. મુકેશ અંબાણીને 2018-19માં 4.45 કરોડ રૂપિયા સેલેરી અને એલાઉન્સ તરીકે, કમિશન તરીકે 9.53 કરોડ રૂપિયા, અન્ય લાભ તરીકે 31 લાખ અને રિટાયરમેન્ટ લાભ તરીકે 71 લાખ રૂપિયા મળ્યા હતા.
ADVERTISEMENT
મુકેશ અંબાણીના બે સંબંધીઓ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. નિખિલ મેસવાની અને હિતલ મેસવાનીની વાર્ષિક સેલેરી 20.57 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 2017-18માં આ બંને ભાઇઓને 19.99 કરોડ અને 2016-17માં 16.58 કરોડ રૂપિયા, 2014-15માં 12.03 કરોડ રૂપિયા સેલેરી મળી હતી. 2015-16માં નિખિલને 14.42 અને હિતલને 14.41 કરોડ રૂપિયા સેલેરી મળી છે.
કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી.એમએસ પ્રસાદ અને રિફાઈનરીના મુખ્ય અધિકારી પવન કુમાર કપિલની સેલેરીની સરખામણીમાં આ વર્ષે પણ ખાસ્સો વધારો જોવા મળ્યો છે. તેમની સેલેરી ક્રમશ: 10.01 કરોડ અને 4.17 કરોડ કરી દેવાઇ છે.
કંપનીની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીતા અંબાણી અને એસબીઆઈના પૂર્વ ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યને મળનારા કમિશન અને ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નીતા અંબાણીને કમિશન તરીકે 1.6 કરોડ અને 7 લાખ રૂપિયાની સીટિંગ ફી આપવામાં આવી છે. ભટ્ટાચાર્યને 75 લાખ રૂપિયા કમિશન અને 7 લાખ રૂપિયા બોર્ડની બેઠકમાં શામેલ થવા માટે ફી મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.