બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મુકેશ અંબાણીની Jio ફાઈનાન્સની એપ લોન્ચ, સસ્તી લોનથી લઈ મ્યુચ્યુઅલ ફંડ, મળશે અનેક સુવિધા

બિઝનેસ / મુકેશ અંબાણીની Jio ફાઈનાન્સની એપ લોન્ચ, સસ્તી લોનથી લઈ મ્યુચ્યુઅલ ફંડ, મળશે અનેક સુવિધા

Last Updated: 06:16 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jiofinance App: મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો ફાઈનાન્શિયલ સર્વિસે નવરાત્રીના ફેસ્ટિવ સીઝનમાં જીયો ફાયનાન્સ એપનું નવું વર્ઝન લોન્ચ કરી દીધુ છે. આ એપ હવે ગુગલ પ્લે સ્ટોર એપ્પલ એપ સ્ટોર અને માયજીયો પર છે. રિલાયન્સ આ એપ દ્વારા આકર્ષક વ્યાજદર પર લોન આપી રહી છે.

અબજપતિ વેપારી મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના જીયો ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ (JFSL)એ પહેલાથી જ સારી નાણાકીય સેવાઓ આપવા માટે પોતાના જીયોફાઈનાન્સ એપના સ્ટેબલ વર્ઝનને લોન્ચ કરી દીધુ છે. જીયોફાઈનાન્સ એપનું બીટા વર્ઝન લગભગ 4 મહિના પહેલા 30 મે 2024એ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી તેને 60 લાખ યુઝર ડાઉનલોડ કરી ચુક્યા છે.

jio-final-final

જીયો ફાઈનાન્શિયલનો દાવો છે કે નવી એપને ગ્રાહકોના ફીડબેકના આધાર પર વધારે સારી બનાવવામાં આવી છે. નવી એપ ગુગલ પ્લે સ્ટોર, એપલ એપ સ્ટોર અને માયદીયોમાંથી ડાઉનલોડ કરી શકાશે.

PROMOTIONAL 13

જીયોફાઈનાન્સ એપમાં શું છે ખાસ?

જીયોએ પોતાની ઓફિશ્યલ પ્રોડક્ટ ચેનમાં આ નવી સર્વિસ જોડી છે. તેમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન, સંપત્તિ પર લોન, હોમ લોન અને હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર જેવી સુવિધાઓ શામેલ છે. જીયોનો દાવો છે કે તે ફાઈનાન્શિયલ માર્કેટમાં આવવા માટે પ્રતિસ્પર્ધી વ્યાજ પર લોન પણ ઉપલબ્ધ કરાવશે.

JPBL સાથે જોડાયા 15 લાખ ગ્રાહક

કંપની અનુસાર જીયો પેમેન્ટ બેંક લિમિટેડમાં લગભગ 15 લાખ ગ્રાહક બચત ખાતુ ખોલાવી ચુક્યા છે. બેંકમાં વચત ખાતુ ફક્ત 5 મિનિટમાં ડિજિટલી ખોલી શકાય છે. ખાતાની સાથે ડેબિટ કાર્ડ પણ મળશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનના કારણે બચત ખાતુ વધારે સુરક્ષિત પણ હશે. તેના ઉપરાંત યુપીઆઈ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી જેવી સર્વિસ પણ ગ્રાહકોને મળશે.

વધુ વાંચો: તમારી ઉંમર પ્રમાણે કેટલું હોવું જોઇએ વજન? માપસરના વજનથી ગંભીર બીમારીનો ખતરો ઓછો

એપમાં ઈન્શ્યોરન્સ કરવાની પણ સુવિધા

જીયોફાઈનાન્સ એપમાં ગ્રાહકોને વિવિધ બેંક ખાતા અને તેના મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને પણ લિંક કરવામાં આવી શકે છે. તેના ઉપરાંત જીયોફાઈનાન્સ એપ લાઈફ ઈન્શ્યોરન્સ, ટુવ્હીલર અને મોટર વીમાના ક્ષેત્રમાં પણ ઘણી સર્વિસ આપે છે. જેએફએસએલ, આંતરરાષ્ટ્રીય ફંડ બ્લેકરોકની સાથે મળીને ગ્રાહકો માટે વિશ્વ સ્તરીય રોકાણ સોલ્યુશન લાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Jiofinance App Reliance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ