બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:36 PM, 7 November 2024
Reliance Jio IPO: રિલાયન્સ Jio IPOને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે, જેમાં તેનો હેતુ વિશ્વના મોટા ટેક અને ટેલિકોમ પ્લેયર્સ ખાસ કરીને એલોન મસ્કની સ્ટારલિંક જેવી સેવાઓને પડકાર આપવાનો છે. આ અંતર્ગત Reliance Jio પણ ટૂંક સમયમાં ભારતીય શેરબજારમાં તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે જેની અંદાજિત કિંમત 8,41,157 કરોડ રૂપિયા હોઈ શકે છે. જો આ પ્લાન સફળ થાય છે તો તે ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો IPO બની શકે છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે IPO અને ભવિષ્યની યોજનાઓનું મહત્વ ?
Jioના આ IPOનો મુખ્ય ઉદ્દેશ્ય કંપની માટે મહત્તમ રોકાણ મેળવવાનો અને તેનો ઉપયોગ 5G, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સેવાઓમાં વિસ્તરણ માટે કરવાનો છે. મુકેશ અંબાણીએ Jio દ્વારા ભારતના દરેક ખૂણે 5G સેવા આપવાનું લક્ષ્ય પસંદ કર્યું છે જે દેશમાં મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સાથે Jio તેના ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને હાઈ-સ્પીડ ક્લાઉડ નેટવર્ક સેવાઓ દ્વારા ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા બજારો સુધી પહોંચવા તરફ પણ પગલાં લઈ રહ્યું છે.
ADVERTISEMENT
જિયોનો IPO તૈયાર અને રોકાણકારોનો વિશ્વાસ
રિલાયન્સે 2019થી જ આ IPOની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અંબાણીએ જાહેરાત કરી હતી કે, જિયો અને રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં રિટેલને શેરબજારમાં લાવવાની યોજના પર કામ કરશે. આ યોજનાને KKR, જનરલ એટલાન્ટિક અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સહિતના મોટા રોકાણકારોનો ટેકો મળ્યો છે. આ રોકાણો દ્વારા આ રિલાયન્સ સાહસોનું મૂલ્યાંકન $100 બિલિયનને વટાવી ગયું છે. મહત્વનું છે કે, મુકેશ અંબાણીનું આ પગલું એલોન મસ્કની સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા સાથે સીધી સ્પર્ધા કરવા માટે છે. Jio સેટેલાઇટ ઇન્ટરનેટ સેવામાં Google અને Meta જેવા મોટા ભાગીદારો સાથે મળીને આ ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની યોજના ધરાવે છે. વધુમાં Jio એ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા Nvidia સાથે ભાગીદારી કરી છે જે તેની તકનીકી ક્ષમતાઓને વેગ આપશે.
આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને ભાવિ રોડમેપ
Jioનું આ પગલું માત્ર ભારતીય ટેલિકોમ માર્કેટ પૂરતું મર્યાદિત નથી, તેનો હેતુ વૈશ્વિક સ્તરે સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાનો છે. કંપનીએ આ માટે ઘણા ઉત્પાદનો અને સેવાઓ લોન્ચ કરવાની યોજના બનાવી છે જેથી તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ મજબૂત કરી શકે. મુકેશ અંબાણીના આ નિર્ણય ભારતમાં માત્ર ડિજિટલ ક્રાંતિ લાવવા જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ ટેક્નોલોજી પ્લેયર બનવા તરફ એક મોટું પગલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.