બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 AM, 28 October 2024
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી માત્ર દેશના જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે અને તેની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે, આ સાથે જ અંબાણી પરિવાર એમની લાઇફસ્ટાઇલને કારણે પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.
ADVERTISEMENT
અંબાણી પરિવાર એમની મોંઘી કાર, ગેજેટ્સ અને કપડાને કારણે અવારનવાર સમાચારમાં રહે છે. ઘણા લોકોને તેની જીવનશૈલી અને આહાર વિશે જાણવામાં ખૂબ જ રસ હોય છે. જો એમના ડાયટની વાત કરીએ તો અંબાણી પરિવાર પ્યોર વેજ અને હેલ્ધી ડાયટમાં માને છે, પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવાર કઈ ગાયનું દૂધ પીવે છે.
ADVERTISEMENT
અંબાણી પરિવાર ચોક્કસ જાતિની ગાયોનું ઉચ્ચ ગુણવત્તા વાળું દૂધ પીવે છે. આ પરિવાર હોલ્સ્ટીન-ફ્રીઝિયન ગાયનું દૂધ પીવે છે. રિપોર્ટ અનુસાર આ દૂધ પુણેથી આવે છે અને એવું કહેવાય છે કે લગભગ 35 એકરમાં ફેલાયેલી અને 3000 થી વધુ ગાયો ધરાવતા પૂણેની હાઇટેક ભાગ્યલક્ષ્મી ડેરી દ્વારા આ જાતિની ગાયો ઉછેરવામાં આવે છે.
આ દૂધની પ્રતિ લિટર કિંમત 152 રૂપિયાની આસપાસ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઉચ્ચ ઉપજ આપતી ગાયની જાતિ માટે કેરળમાંથી ખાસ રબર કોટેડ ગાદલું મંગાવવામાં આવે છે અને આ ગાયોને પીવા માટે આરઓ પાણી આપવામાં આવે છે. આ ગાય વિદેશોમાં ઘણી લોકપ્રિય છે.
આ ગાયો ઘોડા જેટલી ઊંચી હોય છે. તેમનું દૂધ વિશ્વના સૌથી પૌષ્ટિક દૂધમાંનું એક માનવામાં આવે છે, તેમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. અંબાણી પરિવાર સહિત અભિનેતા અભિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરનો પરિવાર પણ તેનું દૂધ પીવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.