મુકેશ અંબાણીની કુલ સંપત્તિ રૂપિયા 3.81 લાખ કરોડ છે અને તેઓ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. ગતવર્ષે જુલાઈમાં અંબાણીએ ચાઇનાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક અને ચેરમેન જેક માને નેટવર્થ મામલે પાછળ રાખી દીધા હતા.
આ વર્ષ જાન્યુઆરીમાં એક અહેવાલ પ્રમાણે અંબાણી જીઓ દ્વારા ભારતના જેક મા અથવા જેફ બેઝોસ બનવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.અને તેઓ તેમને પછડાટ આપી એમેઝોનને પાછળ છોડવા આગળ વધી રહ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૌથા ક્વાર્ટરના પરિણામો આવ્યા, જેમા કંપનીનું નેટ પ્રોફિટ 9.8% વધુ તેનો ચોખ્ખો નફો રૂપિયા 10,362 કરોડ સુધી પહોંચી ગયો છે. તેમાં જીયોનો રૂપિયા 840 કરોડનો નફો સામેલ છે.
જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું કે, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ સંયુક્ત રીતે નવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રિલાયન્સ રીટેલના દેશભરમાં 10 હજાર કરતા વધુ સ્ટોર્સ છે.
જીઓ ગ્રાહકોની સંખ્યા 300 કરોડથી વધુ છે. બ્રોકરેજ ફર્મ યુબીએસએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, ચીનમાં અલીબાબાને સ્થાનિક કંપની હોવાથી અને સસ્તા દરમાં સેવાઓ તેમ જ સામાન વેચવાનો ફાયદો મળ્યો, તે જ રીતે ભારતમાં પણ રિલાયન્સને સમાન પ્રકારનો લાભ મેળી શકે છે.
જેક માએ 1999માં નાના દુકાનદારોની સાથે મળી એક ચેન બનાઇ હતી. જેથી ઓનલાઇન ખરીદી કરનારાઓને દેશના કોઈપણ ખૂણેથી સ્થાનિક વિક્રેતાઓના સ્ટોરમાંથી સામાન મળી શકે.
અંબાણી એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગે છે, જેમાં ગ્રાહકોને 24 કલાકની અંદર માલ પહોંચાડવામાં આવે અને તેઓ માલ-સામાનને લગતી ઓફલાઇન ફરિયાદો પણ કરી શકે.જેક માએ પણ આ રીતે જ કર્યું હતુ. એટલે પછી એમેઝોન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબા બની છે. હવે મુકેશ અંબાણી આ બંને કંપનીને પાછળ રાખવા પ્રયાસ કરી રહ્યા છે.