રાષ્ટ્રપતિ ભવન /
સુંદરતા માટે દેશભરમાં ચર્ચિત મુઘલ ગાર્ડનનું નામ બદલાયું, હવે અમૃત ઉદ્યાનથી ઓળખાશે, જનતા માટે આ તારીખથી રહેશે ખુલ્લુ
Team VTV05:05 PM, 28 Jan 23
| Updated: 05:12 PM, 28 Jan 23
રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુઘલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરી દેવાયું છે. અમૃત મહોત્સવની અંતર્ગત ગાર્ડનનું નામ બદલી દેવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાનમાં આશરે 12 પ્રકારનાં ટ્યૂલિપનાં ફૂલ છે.
મુઘલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન
31 જાન્યુઆરીથી જનતા માટે ગાર્ડન ખુલશે
10000 લોકો માટે ટિકીટની વ્યવસ્થા
રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુઘલ ગાર્ડનનું નામ હવે અમૃત ઉદ્યાન કરી દેવામાં આવ્યું છે. અમૃત મહોત્સવની અંતર્ગત આ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાનમાં આશરે 12 પ્રકારનાં ટ્યૂલિપનાં ફૂલ છે. હવે ઉદ્યાન દરવર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય જનતા માટે ખુલવાનું છે જ્યાં લોકો ટ્યૂલિપ અને ગુલાબનાં ફુલોને જોવાનો લાહવો ઊઠાવી શકશે.
31 જાન્યુઆરીથી જનતા માટે ગાર્ડન ખુલશે
દરવર્ષની જેમ અમૃત ઉદ્યાન આ વર્ષે પણ 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી ખોલવામાં આવશે. ગાર્ડન ખુલવાનો સમય સવારે 10થી સાંજનાં 4 સુધીનો રહેશે. 28 માર્ચનાં ખેડૂતો માટે, 29નાં દિવ્યાંગો માટે અને 30નાં પોલીસ અને સેના માટે ઉદ્યાન ખુલુ રહેશે.
‘अमृतकाल’ में ‘गुलामी की मानसिकता’ से बाहर आने के क्रम में मोदी सरकार का एक और ऐतिहासिक फैसला...
10000 લોકો માટે ટિકીટ
સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાં સુધી 7500 લોકોને ટિકીટ આપવામાં આવશે. ત્યારબાદ 12થી 4 વાહ્યાં સુધી 10000 લોકોને પ્રવેશ મળશે. આ રાષ્ટ્રપતિ ભવનની જેમ ઉદ્યાન ભવન જેમ જ રહેશે.
મનમોહક ફૂલોથી સુશોભિત છે ઉદ્યાન
ઉદ્યાનમાં 12 પ્રકારનાં વિશિષ્ટ પ્રકારનાં ટ્યૂલિપનાં ફુલો લગાડવામાં આવ્યાં છે. ગાર્ડનમાં સેલ્ફી પોઈન્ટ પણ છે. એટલું જ નહીં જનતાની પેટ-પૂજા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા પણ છે. આ ગાર્ડન આધુનિક ટેકનોલોજી ધરાવે છે. લોકો QR કોડથી છોડની જાણકારી મેળવી શકશે. આ સાથે જ અહીં 120 પ્રકારનાં ગુલાબ અને 40 સુગંધવાળા ગુલાબો આવેલા છે.