બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સાપ તસ્કરી કેસમાં સામસામે બાખડી પડ્યાં પ્રિન્સ અને એલ્વિશ, કહ્યું 'તેરે તો...'
Last Updated: 03:37 PM, 18 February 2025
સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો 'MTV રોડીઝ XX' આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ વખતે શોમાં યુટ્યુબર એલ્વિશ યાદવપણ ગેંગ લીડર રૂપે દેખાઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ રણવિજય સિંઘા શોને હોસ્ટ કરી રહ્યા છે. રોડીઝમાં લગભગ 4 વર્ષ બાદ અભિનેત્રી એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કમબેક કર્યું છે. આ વર્ષે રોડીઝ XXને પ્રિન્સ નરુલા, રિયા ચક્રવર્તી, નેહા ધૂપિયા અને એલ્વિશ યાદવ ગેંગ લીડર તરીકે આગળ વધી રહ્યા છે. ઓડિશન રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને મેકર્સે શોનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં એલ્વિશ અને પ્રિન્સ એકબીજા સાથે ટકરાતા જોવા મળે છે.
ADVERTISEMENT
Prince Narula અને Elvish Yadavએકબીજા સાથે અથડાયા
ADVERTISEMENT
MTV રોડીઝ XXનો 11 જાન્યુઆરીએ પ્રીમિયર થયું હતું અને ઓડિશનની બહાર એપિસોડ બાદ આ 22 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. ઓડિશન બાદ આ શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ચારેય લીડર એકબીજા સાથે અથડાઇ રહ્યા છે. આ દરમિયાન પ્રિન્સ નરૂલા અને એલ્વિશ યાદવ એકબીજા સાથે ઝઘડો થઈ જાય છે. લડાઈ દરમિયાન, એલ્વિશ પ્રિન્સ પર બૂમ પાડે છે અને કહે છે કે તરા જેવા સાપને કારણે, અમારા પર કેસ થઈ રહ્યો છે. આનો જવાબ પ્રિન્સ આપે છે કે આ કેસ તરી વિરુદ્ધ છે, મારી વિરુદ્ધ નહીં. આ બાદ એલ્વિશ અપશબ્દો બોલે છે અને પ્રિન્સને પોતાની બકવાસ પોતાની પાસે રાખવાની સલાહ આપે છે અને બંને લડતા લડતા એકબીજાની નજીક આવી જાય છે. આ દરમિયાન, બંને થપ્પડ મારવાની ધમકી આપતા જોવા મળ્યા અને પછી ગુસ્સામાં એલ્વિશ પ્રિન્સને ધક્કો મારવાનું શરૂ કર્યું.
વધુ વાંચો: બેકલેસ હૉલ્ટરનેક ડ્રેસમાં જામી પાકિસ્તાની એક્ટ્રેસ, ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યો કાતિલાના અંદાજ
શું છે સાપ તસ્કરી કેસ
તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ હાલમાં સાપની દાણચોરીના કેસમાં જામીન પર બહાર છે, કારણ કે નોઈડા પોલીસે માર્ચ 2024 માં રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર તેની ધરપકડ કરી હતી. એલ્વિશએ આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો છે અને કહ્યું છે કે તેને સાપના ઝેરના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.