બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MSK Prasad Explains Why Kuldeep Yadav And Yuzvendra Chahal Have Not Been Picked

ખુલાસો / WCમાં શાનદાર ફોર્મ હોવા છતાં ટીમ ઇન્ડિયામાંથી ચહલ-યાદવની બાદબાકી

Juhi

Last Updated: 12:53 PM, 11 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયા 15 સપ્ટેમ્બરથી ધર્મશાળાના ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 3 T-20 મેચની સીરિઝની શરૂઆત કરશે.

સાઉથ આફ્રિકા વિરુદ્ઘ T-20 સીરિઝમાં સ્પિન જોડી યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને શામેલ કરવામાં આવ્યા નથી. આ સ્પિન જોડીની જગ્યાએ રાહુલ ચાહર અને વૉશિંગટન સુંદરને મૌકો આપવામાં આવી રહ્યો છે. કુલદીપ અને ચહલને ટીમમાં કેમ શામેલ નથી કરવામાં આવ્યા, તે અંગે ચીફ સિલેક્ટર એમ.એસ.કે પ્રસાદે કારણ જણાવ્યુ છે. 

એમ.એસ.કે પ્રસાદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''કુલદીપ અને ચહલનું ફોર્મ શાનદાર રહ્યુ છે, પરંતુ T-20 વર્લ્ડ કપ પહેલા તેઓ બીજા ખેલાડીઓને જોવા માંગે છે. સ્પિન બૉલિંગમાં વિભિન્નતા લાવવા માટે અમે યુવા ખેલાડીઓને સતત મૌકો આપી રહ્યા છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં આગામી T-20 વર્લ્ડ કપની તૈયારીને ધ્યાનમાં રાખીને કરવામાં લેવામાં આવ્યો છે. ગત 2 વર્ષમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને શાનદાર ફોર્મ કર્યુ છે, તેઓ T-20 માં રમવા માટે સૌથી સારા દાવેદાર છે.'' 

એમ.એસ.કે પ્રસાદે આગળ જણાવ્યુ કે, ''અમે ક્રિકેટની આ નાની ફોર્મેટમાં શ્રેયસ અય્યરને એક પરિપક્વ બેટ્મસેન તરીકે જોઇ રહ્યા છીએ, તેઓ ટીમની પરિસ્થિતિ અનુસાર રમવા માટે તૈયાર છે. આ સિવાય નવદીપ સૈની, ક્રૂણાલ પંડ્યા અને વૉશિંગટન સુંદર જેવા ખેલાડીઓને ક્રિકેટના આ ફોર્મેટમાં સારુ રમતા જોઇ રહ્યા છીએ.''

ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 15 સપ્ટેમ્બરના ધર્મશાળા, 18 સપ્ટેમ્બરના મોહાલી અને 22 સપ્ટેમ્બરના બેંગ્લોરમાં T-20 મેચ રમશે. T-20 સીરિઝ પછી આ ટીમ વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપને  હેઠળ 3 મેચની ટેસ્ટ સીરિઝ પણ રમવાની છે. ટેસ્ટ સીરિઝ પહેલી મેચમાં 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં, બીજી 10 ઓક્ટોબરથી પૂના અને ત્રીજી 19 ઓક્ટોબરથી રાંચીમાં રમશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket South Africa T-20 Series Team India sports કુલદીપ યાદવ પ્લેઇિંગ 11 યુઝેવન્દ્ર ચહલ Expose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ