બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / MS યુનિવર્સિટી ફરી શર્મસાર! વિધર્મી પ્રોફેસરે વિદ્યાર્થીનીની કરી જાતીય સતામણી
Last Updated: 11:04 PM, 11 January 2025
વડોદરાની MS યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરના રાઝ ખૂલ્યા છે. પીડિતાની મિત્રએ લંપટ પ્રોફેસરના પાપનો પર્દાફાશ કર્યો છે. વિદ્યાર્થિનીએ જવાબ નહીં આપતા તેની મિત્રનો સંપર્ક કર્યો હતો અને પીડિતાનો સંપર્ક ન કરાવી આપે તો બદનામ કરવાની ધમકી પણ આપી હતી. પીડિતાની મિત્રએ સાથ ન આપ્યો તો તેના વિશે પણ ખોટી વાતો ફેલાવી હતી.
ADVERTISEMENT
લંપટ પ્રોફેસરના ખૂલ્યા રાઝ
ADVERTISEMENT
પીડિતાને માર્ક્સ કટ કરી દેવાની, નાપાસ કરવાની ધમકી આપતો હતો. ત્યારે MS યુનિવર્સિટીના તંત્ર સામે પણ પીડિતાની મિત્રએ સવાલ ઉઠાવ્યા છે. પીડિતાની મિત્રએ કહ્યું કે, બે મહિના પહેલા ફરિયાદ કરી હતી પરંતુ કાર્યવાહી ન થઈ, હેડ ઓફિસમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા અને આવા લોકોને નોકરીમાંથી જ કાઢી મુકવા જોઈએ. વધુમાં કહ્યું કે, પ્રોફેસર અઝહર ઢેરીવાલાની જાહેરમાં પીટાઈ કરો.
આ પણ વાંચો: સુરતમાં ST બસના ડ્રાઈવર અને યુવકો વચ્ચે બબાલ, મારામારીનો વીડિયો વાયરલ
વિદ્યાર્થીઓમાં રોષ
વડોદરાની એમએસ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર સામે ચોંકાવનારો આક્ષેપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીના આક્ષેપ પ્રમાણે સારા માર્કસ સાથે પાસ કરવાની અને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને એસોસીએટ પ્રોફેસર અઝહર ઢેરીવાલાએ તેનું જાતીય શોષણ કર્યું. તેમજ વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ આરોપી પ્રોફેસર દબાણ કરતો હોવાનું અને અભ્યાસના બહાને એકાંતમાં બોલાવીને શારીરિક અડપલા કરતો હોવાનું વિદ્યાર્થિનીનું કહેવું છે. વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીના વીમેન્સ ગ્રીવેન્સ એન્ડ કાઉન્સેલિંગ સેલમાં ફરિયાદ કરતા સેલે પ્રોફેસરની કેબિન સીલ કરીને તપાસ હાથ ધરી છે. ઉપરાંત વિદ્યાર્થિનીએ આરોપી પ્રોફેસર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આ મામલે યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આરોપી પ્રોફેસરને ટર્મિનેટ કરીને સખત કાર્યવાહી કરવાની માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT