બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પેવેલિયન ગ્રાઉન્ડને લઇ વડોદરાની MS યુનિવર્સિટી ચર્ચામાં, સામે આવ્યો નવો વિવાદ
Last Updated: 03:10 PM, 5 December 2024
MS University : વડોદરામાં MS.યુનિ.ના સત્તાધીશોની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. MS યુનિવર્સિટી પાસે 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતનું પેવેલીયન ગ્રાઉન્ડ છે. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી. આ સાથે બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખોના મેદાનમાં લાઇટ ન હોવાથી અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે. જેથી હવે લોન ટેનિસની લાઇટના પ્રકાશમાં વોલીબોલ રમવા ખેલાડીઓ મજબૂર બન્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
MS યુનિવર્સિટીમાં 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતના પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટ ન હોવાનો વિવાદ સામે આવ્યો છે. જેને લઈ ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર હરજીત કૌરનું કહેવું છે કે, 6.30 વાગ્યે વિભાગ બંધ થયા પછી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી.
આ સાથે તેમણે ઉમેર્યું કે, સાંજે અંધારાના સમયે છોકરીઓની સુરક્ષા મહત્વની છે. મહત્વનું છે કે, આટલા મોટા પેવેલિયન ગ્રાઉન્ડમાં માત્ર બે સિક્યુરીટી સ્ટાફ છે. સિક્યુરીટી સ્ટાફ વધારવાની માંગણી પણ કરી છે. કોઇને રમવુ હોય તો સવારે આવી શકે છે સાંજે 6:30 સુધી રમી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT