Team VTV11:15 AM, 23 Aug 21
| Updated: 11:18 AM, 23 Aug 21
વડોદરામાં MS યુનિવર્સિટીએ મહત્વનો નિર્મણ કર્યો છે જેમાં કોરોના કાળમાં માતા પિતા ગુમાનાર વિદ્યાર્થીઓની ફી માફી કરવામા આવશે સાથે શહીદ જવાનોના સંતાનોની અને રમત ગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓની પણ ફી માફીનો લાભ મળશે
વડોદરાની MS યુનિવર્સિટીનો સરાહનીય નિર્ણય
કોરોનામાં મા-બાપ ગુમાવનારની ફી થશે માફ
માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનારને ફી માફી
વડોદરામાં MS યુનિવર્સિટીએ મહત્વનો નિર્મણ કર્યો છે જેમાં કોરોના કાળમાં માતા પિતા ગુમાનાર વિદ્યાર્થીઓની ફી માફી કરવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે
વડોદરાની MS યુનિવર્સિટીનો સરાહનીય નિર્ણય
આ નિયમ પ્રમાણે માતા પિતા બેમાંથી એક ગુમાવ્યા હશે તેને પણ ફી માફનો લાભ મળશે એટલું જ નહીં શહીદ જવાનોના સંતાનોની પણ આ લાભ આપવાનો નિર્ણય કરાયો છે સાથે જ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની પણ ફી માફ કરવામાં આવશે તેવું એમ.એસ.યુનિવર્સિટીએ જણાવ્યું છે.
વડોદરાની MS યુનિવર્સિટીનો સરાહનીય નિર્ણય
મહત્વનું છે કે કોરોના કાળમાં ઉદ્યોગ અને ધંધાને પણ માઠી અસર પહોંચી છે જેને કારણે ઉદ્યોગ અને ધંધમાં મંદીજેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને કારણે આર્થિક રીતે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એવામાં કોરોનામાં માતા પિતાની ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાય યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે
રમત-ગમતમાં ભાગ લેનારની વિદ્યાર્થીઓની પણ ફી માફ
મહામારીના સમયમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના દાખવીને જે વિદ્યાર્થીઓ તેમના વાલી વારસ ગુમાવ્યા છે તેમની ફી માફ કરવાનો નિર્ણય કર્યો હતો વિદ્યાર્થીઓ પાસે કોઇ ફી નહીં લેવાય. તેમની પરીક્ષા ફી, સત્ર ફી સહિતની તમામ ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે.
શહીદ જવાનના સંતાનની પણ ફી માફીનો નિર્ણય
આ ઉપરાંત દેશની સુરક્ષા કરતાં જવાનો જે દેશ કાજે શહીદ થયા છે તેમના બાળકોની ફી પણ નહિ લેવાનો નિર્ણય કરાયો છે. સાથે રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે પણ યુનિવર્સિટીમાં અભ્યસ કરતા વિદ્યાર્થીઓ જેઓ રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પોર્ટસમાં ભાગ લીધો હશે તેમની પણ ફી માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે.