બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 03:20 PM, 16 May 2019
પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લઇને ઘણી વિવાદાસ્પદ વાતો પણ કરી અને સાથે જ ટીમ ઇન્ડિયના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને પણ ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને તમે ચોંકી જશો.
ADVERTISEMENT
જી હા, અપ્ટને કહ્યુ કે, ''ટીમ મીટિંગ અને પ્રેક્ટિસમાં મોડા આવનારા લોકો માટે ધોનીએ એવો રૂલ બનાવ્યો કે ક્રિકેટર્સ ક્યારેય મોડા ના પડે અને સમયસર આવી જાય.''
ADVERTISEMENT
પેડી અપ્ટને પોતાની બુકમાં લખ્યું છે કે, “જ્યારે હું ટીમ ઈન્ડિયા સાથે જોડાયો ત્યારે અનિલ કુંબલે ટેસ્ટ ટીમનો અને મહેંદ્રસિંહ ધોની વન ડે ટીમનો કેપ્ટન હતો. અમે ટીમના તમામ ખેલાડીઓને કહ્યું હતું કે પ્રેક્ટિસ અને ટીમ મીટિંગમાં સમયસર આવવું જરૂરી છે. જેના પર તમામે સંમતિ દર્શાવી હતી. ત્યારે અમે ટીમને પૂછ્યું કે જો કોઈ મોડું આવે તો તેને શું સજા મળવી જોઈએ?”
આ મામલે પર અનિલ કુંબલેએ સલાહ આપી કે ટેસ્ટ ટીમમાં મોડા આવનારા ખેલાડીઓને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. જ્યારે આ મામલે પર ‘માહી’નું વલણ અલગ જ હતું.
આ મામલે ‘કેપ્ટન કૂલે’ સલાહ આપી કે જે ખેલાડી મીટિંગ કે પ્રેક્ટિસમાં સમયસર નહીં આવે તેની સાથે આખી ટીમે 10,000-10,000 રૂપિયા દંડ ભરવો પડશે. અપ્ટને કહ્યું કે, ધોનીના આ નિર્ણય બાદ ટીમનો કોઈ ખેલાડી ક્યારેય મોડો ન આવ્યો. ઉપરાંત પોતાના સાથી ખેલાડીને પણ ક્યારેય લેટ ન થવા દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.